Corona vaccination campaign: પંજાબ સરકારે સોનૂ સૂદને બનાવ્યો બ્રાન્ડ એમ્બેસેડર, CM અમરિંદરે આપી શુભેચ્છા

પંજાબ સરકારે રસીકરણ અભિયાન માટે સોનૂ સૂદને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. આ વાતની જાણકારી મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આપી છે. 

Corona vaccination campaign: પંજાબ સરકારે સોનૂ સૂદને બનાવ્યો બ્રાન્ડ એમ્બેસેડર, CM અમરિંદરે આપી શુભેચ્છા

ચંડીગઢઃ દેશમાં કોરોના રસીકરણ (Corona vaccination) અભિયાન ચાલી રહ્યું છે. ઘણા લોકોએ પ્રથમ ડોઝ લીધો છે તો ઘણા લોકો રસી લેવાથી ડરી રહ્યાં છે. તેવામાં સરકાર દરેક સંભવ પ્રયાસ કરી રહી છે કે લોકો મનમાં ડર રાખ્યા વગર કોરોના વેક્સિન લગાવે. આ વચ્ચે પંજાબ સરકારે કોરોના રસીકરણ અભિયાનને લઈને મોટો નિર્ણય લીધો છે. અભિનેતા સોનૂ સૂદ (sonu sood) ને પંજાબ રસીકરણ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા બાદ મુખ્યમંત્રી અમરિંદર સિંહે તેને શુભેચ્છા આપી છે. 

ટ્વિટર પર આપેલા શુભેચ્છા સંદેશમાં મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યુ, 'પરોપકારી અભિનેતા સોનૂ સૂદને પંજાબ સરકારે કોરોના વેક્સિનેશન ડ્રાઇવ માટે પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. હું તે માટે સોનૂને શુભેચ્છા આપુ છું. સોનૂ સૂદ બ્રાન્ડ એમ્બેસેડર બનતા કોરોના વેક્સિનને લઈને વધુ જાગરૂકતા આવશે. હું રાજ્યના લોકોને અપીલ કરુ છું કે તે જલદીથી જલદી રસીકરણ કરાવે.'

— Capt.Amarinder Singh (@capt_amarinder) April 11, 2021

મહત્વનું છે કે દેશમાં કોરોના વેક્સિનેશનનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. આ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ પોતાની વેબસાઇટ પર લખ્યુ કે આજે 11 એપ્રિલ એટલે કે જ્યોતિબા ફુલે જયંતિથી આપણે દેશવાસી 'ટીકા ઉત્સવ'ની શરૂઆત કરી રહ્યાં છીએ. ટીકા ઉત્સવ 14 એપ્રિલ એટલે કે બાબા સાહેબ આંબેડકર જયંતિ સુધી ચાલશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news