Cananda: કેનેડા જવાની તૈયારી કરતા ભારતીય વિદ્યાર્થીઓ થોભો! હાલ બેગ પેક ન કરતા, યુનિવર્સિટીએ બહાર પાડ્યો આદેશ
Canada India Row: શિક્ષણ મેળા માટે હૈદરાબાદ આવેલા કેનેડિયન યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓએ ભારતીય વિદ્યાર્થીઓને એક મોટી જાણકારી આપી છે. તેમણે ચેતવ્યા છે. જાણો શું કહ્યું.
Trending Photos
શિક્ષણ મેળા માટે હૈદરાબાદ આવેલા કેનેડિયન યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓએ ભારતીય વિદ્યાર્થીઓને એક મોટી જાણકારી આપી છે. તેમણે ચેતવ્યા છે કે બંને દેશો વચ્ચે ચાલી રહેલી રાજકીય ઉથલપાથલના કારણે ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝામાં વિલંબ થઈ શકે છે અને જાન્યુઆરીમાં શરૂ થનારા spring academic session માં કદાચ વિધ્ન આવી શકે છે.
તેમણે કેનેડિયન કોલેજોમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને સલાહ આપી કે તેઓ આગામી ઓગસ્ટ 2024 માટે પોતાના academic session ની યોજના બનાવવા પર વિચાર કરે. એક પ્રતિનિધિએ ગુરુવારે કહ્યું કે 'વિદ્યાર્થીઓના spring batch માટે મુસાફરી કરવામાં ફક્ત ત્રણ મહિનાનો સમય બચ્યો છે. એવી આશંકા છે કે વિઝા પ્રોસેસિંગ સમય પડકારો પેદા કરી શકે છે.'
તેમાંથી અનેકે સંકેત આપ્યો કે તેઓ 2024ના માર્ચ-એપ્રિલ માટે એડમિટ કાર્ડ જારી કરવાનો નિર્ણય લેતા પહેલા સ્થિતિનું આકલન કરવા માટે એક કે બે સપ્તાહ સુધી રાહ જોઈ શકે છે. પ્રતિનિધિએ કહ્યું કે, અમે વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ કરી રહ્યા છીએ અને તેમને તરત કેનેડા ન જવા માટે કહી રહ્યા છીએ. વાનકુંવરની એક યુનિવર્સિટીમાં, અભ્યાસ પરમિટ મેળવવામાં સંભવિત વિલંબને રેખાંકિત કરાયું છે.
રાજનીતિક ઘટનાક્રમના દૈનિક રિપોર્ટ્સને જોતા, ઓન્ટારિયો યુનિવર્સિટીના એક પ્રતિનિધિએ કહ્યું કે સંસ્થાન યોજનાઓને અંતિમ રૂપ આપતા પહેલા એક વધુ અઠવાડિયું રાહ જોશે. ગ્રાઉન્ડ સ્થિતિના આધાર પર તેઓ નક્કી કરશે કે એડમિટ કાર્ડ જાન્યુઆરી, મે કે 2024 માટે બહાર પાડવામાં આવે. એ સુનિશ્ચિત કરતા કે વિદ્યાર્થીઓને વિઝા આપવામાં વિલંબના કારણે admission postponed ન કરવું પડે.
તેમણે એ વાત પર ભાર મૂક્યો કે હાલની ચિંતાઓ છતાં કેનેડા ઉચ્ચ શિક્ષણ માટે એક ઉત્કૃષ્ટ સ્થળ બનેલું છે અને રાજનીતિક મુદ્દા લાંબાગાળાની ચિંતાનો વિષય હોવા જોઈએ નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે