બ્રહ્મોસથી લેસ થશે સુખોઇ, જળ હોય કે વાયુ તમામ ક્ષેત્રે બનશે અજેય !
બાલકોટ હવાઇ હુમલાનાં અનેક દિવસો બાદ સરકારે 40થી વધારે સુખોઇ ફાઇટર જેટને બ્રહ્મોસ સુપર સોનિક ક્રુઝ મિસાઇલથી લેસ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે
Trending Photos
નવી દિલ્હી : બાલકોટ હવાઇ હુમલાનાં અનેક દિવસો બાદ સરકારે 40થી વધારે સુખોઇ (Sukhoi) ફાઇટર પ્લેન પર બ્રહ્મોસ (Brahmos) સુપર સોનિક ક્રુઝ મિસાઇલથી લેસ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી દીધી છે. અધિકારીક સુત્રોએ રવિવારે જણાવ્યું કે, ગહન દેખરેખ વાળી આ રણનીતિક યોજનાનો ઇરાદો ભારતીય વાયુસેનાનાં ફાઇટર જેટન ક્ષમતામાં વધારો કરવાનો તથા તેને મજબુત બનાવવાનો છે.
મોદી સરકાર 2.0: 5 જુલાઈએ પ્રથમ બજેટ, અર્થતંત્ર સામે છે આ પડકારો
યોજના પર 2017થી ચાલી રહ્યું છે કામ
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) અને બ્રહ્મોસ એરોસ્પેસ લિમિટેડ આ યોજના પર ઝડપી કામ કરવા માટે જણાવવામાં આવ્યું છે. જેથી ડિસેમ્બર 2020 સુધીનાં નિર્ધારિત સમય સીમા પહેલા આ સમગ્ર પ્રક્રિયા પુર્ણ થઇ શકે. વર્ષ 2016માં સરકારે 40થી વદારે સુખોઇ ફાઇટર જેટને વિશ્વની સૌથી ઝડપી સુપર સોનિક ક્રુઝ મિસાઇલ ફરજંદ કરવાનો નિર્ણય લીધો હતો. સુત્રોએ જણાવ્યું જો કે યોજના પર અસલી કામ 2017થી ચાલુ થયુ, હાલ પણ તેનું કામ ઘણુ ધીમુ ચાલી રહ્યું છે.
ભોપાલમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા, ફરી પોલીસની લાલીયાવાડી સામે આવી
સુખોઇને બ્રહ્મોસથી લેસ કરવું ખુબ જ જરૂરી
બાલકોટ હવાઇ હુમલા અને ત્યાર બાદ પાકિસ્તાનની જવાબી કાર્યવાહીની પૃષ્ટભુમિમાં ભારતીય વાયુસેનાને મજબુત કરવાની પદ્ધતીની સમીક્ષા કરવામાં આવથી તથા તે જરૂરિયાત જણાઇ કે સુખોઇ વિમાનને બ્રહ્મોસથી લેસ કરવાની કાર્યવાહી ઝડપી કરવી જોઇએ.
બિહારઃ મુઝફ્ફરપુરમાં 'લીચી' ફળ બન્યું જીવલેણ, 5 દિવસમાં 19 બાળકોનાં મોત
યુદ્ધ ક્ષમતા વધારવાનો પ્રયાસ
સુત્રોએ જણાવ્યું કે, સરકાર વાયુસેનાની યુદ્ધ ક્ષમતાને મજબુત કરવા માટે અનેક પગલા ઉઠાવી રહી છે. એચએએલને ખાસ રીતે બ્રહ્મોસ યોજનાને ઝડપથી લાગુ કરવા માટે વદારે માનવશ્રમ અને સંસાધનોને લગાવવા માટે જણાવ્યું છે. એક વાર આ યોજના લાગુ થઇ જશે તો વાયુસેનાનું લાંબા અંતરનું સમુદ્ર તથા જમીનમાં કોઇ પણ લક્ષ્યને ભેદવાની શક્તિ અનેક ગણી વધી જવાની સંભાવના છે. 40 સુખોઇ વિમાનના બેડાને મિસાઇલથી લેસ કરવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં તેના સંરચનાત્મક સંશોધન માટે કરવામાં આવી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે