લઘમુતી વોટબેંક કબજે કરવા ભાજપનો ગેમપ્લાન! 2024માં કેસરીયો લહેરાવવા કેવી છે તૈયારીઓ?

ભારતીય જનતા પાર્ટી ૨૦૨૪ પહેલાં લઘુમતીઓ સુધી પહોંચશે. તમામ ધર્મોના લઘુમતીઓ એટલે કે મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, જૈન અને અન્યનો સંપર્ક કરશે. જાણો ભાજપની વ્યૂરચના...

લઘમુતી વોટબેંક કબજે કરવા ભાજપનો ગેમપ્લાન! 2024માં કેસરીયો લહેરાવવા કેવી છે તૈયારીઓ?

હિતેન વિઠલાણી, અમદાવાદ: પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દિલ્હીમાં લઘુમતી સ્નેહ સંવાદનું ઉદ્ઘાટન કરશે. પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત શાહ રશીદ અહેમદ કાદરી જેવા પ્રતિષ્ઠિત લોકો લઘુમતીઓને લક્ષ્યાંકિત કરાયેલા કાર્યક્રમના મુખ્ય ચહેરા હશે. તેમણે કહ્યું કે પદ્મશ્રી પુરસ્કારો ઉપરાંત, ડૉક્ટર અને એન્જિનિયર વિદ્યાર્થીઓ સહિત જીવનના વિવિધ ક્ષેત્રના મોદીના મિત્રો કાર્યક્રમમાં ભાગ લેશે.

ભાજપે 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ 543 લોકસભા મતવિસ્તારોમાં લઘુમતીઓ સુધી પહોંચવા માટે વર્ષના અંત સુધીમાં લઘુમતી સ્નેહ સંવાદ કાર્યક્રમ શરૂ કરવાનું નક્કી કર્યું છે. બીજેપી અલ્પસંખ્યક મોરચાના પ્રમુખ જમાલ સિદ્દીકીએ કહ્યું કે આ મહિના સુધી ચાલનારી જનસંપર્ક અભિયાન ડિસેમ્બરમાં દિલ્હીના ચાંદની ચોકથી શરૂ થશે. તેમણે કહ્યું કે લઘુમતી સ્નેહ સંવાદનું ઉદ્ઘાટન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દિલ્હીમાં કરશે.

કાર્યક્રમ દરમિયાન તમામ ધર્મોના લઘુમતીઓ એટલે કે મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, જૈન અને અન્યનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવશે. દિલ્હીના ચાંદની ચોકથી શરૂ થનારા સંવાદમાં બૌદ્ધિકો અને પ્રભાવશાળી લોકો સહિત લગભગ 2,000 લોકો ભાગ લેશે.

પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત શાહ રશીદ અહેમદ કાદરી જેવા પ્રતિષ્ઠિત લોકો લઘુમતીઓને લક્ષ્યાંકિત કરાયેલા કાર્યક્રમના મુખ્ય ચહેરા હશે. તેમણે કહ્યું કે પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ ઉપરાંત, ડોકટરો, એન્જિનિયરો, વિદ્યાર્થીઓ સહિત જીવનના વિવિધ ક્ષેત્રના મોદી મિત્રો આ કાર્યક્રમમાં ભાગ લેશે. તેમણે કહ્યું કે દરેક લોકસભા ક્ષેત્રમાં મોદીના પાંચ હજાર મિત્રો છે. આ સંવાદ કાર્યક્રમ આવતા મહિને યોજાનારી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદ ડિસેમ્બરમાં શરૂ થશે.

ભાજપની નજર 100થી વધુ મુસ્લિમ પ્રભુત્વવાળી લોકસભા બેઠકો પર છે જ્યાં મુસ્લિમો ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે. ભાજપના લઘુમતી મોરચાએ હાલમાં 14 રાજ્યોમાંથી 65 લોકસભા બેઠકોની ઓળખ કરી છે. આ એ જ બેઠકો છે જ્યાં મુસ્લિમોની વસ્તી 30% થી વધુ છે. મોરચાના પ્રમુખ જમાલ સિદ્દીકીનું કહેવું છે કે હાલમાં મુસ્લિમ સમુદાય, ખાસ કરીને પસમંદા મુસ્લિમો વચ્ચે આ બેઠકો પર પાર્ટીનું આઉટરીચ વર્ક ચાલી રહ્યું છે. વધુ કેટલીક બેઠકો માર્ક કરવાની કામગીરી ચાલી રહી છે.

ભાજપનો લઘુમતી મોરચો મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠકો પર મોટા પાયે મોદી મિત્ર બનાવવામાં વ્યસ્ત હતો. તમામ મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠકો પર 5000 મોદી મિત્રો બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. આ રીતે આગામી લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ 100 લોકસભા બેઠકો પર 5 લાખ મુસ્લિમોને મોદીના મિત્રો બનાવીને મુસ્લિમ સમાજમાં પ્રવેશવાની રણનીતિ પર કામ કરી રહી છે. આ લક્ષ્યાંક ડિસેમ્બર સુધીમાં પૂરો કરવાનો છે. ત્યાર બાદ દિલ્હીમાં તમામ મોદી મિત્રોની એક મોટી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે.આ કોન્ફરન્સમાં મોદી પોતે પોતાના ચાહકો સાથે સીધો સંવાદ કરશે. આગામી લોકસભા ચૂંટણી પહેલા PM મોદી તેમના મુસ્લિમ મિત્રો દ્વારા મુસ્લિમ સમુદાયને મહત્વનો સંદેશ આપશે.ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જુલાઈમાં હૈદરાબાદમાં યોજાયેલી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીને પસમંદા મુસ્લિમોની વચ્ચે કામ કરવાની સૂચના આપી હતી.

મુસ્લિમો કુલ મતોના 14 ટકા જેટલા છે.તેના તમામ પ્રયાસો છતાં, જો ભાજપને તેમના મતનો 10મો મત મળે છે, તો તે કુલ મતોના 1.5 ટકા હશે. દરેક ચૂંટણીમાં અમુક સીટો પર જીત-હારનું માર્જીન એક ટકાથી પણ ઓછું હોય છે. આવી બેઠકો પર ભાજપ માટે આ રણનીતિ ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ કારણે તેને ઘણી બેઠકોનો ફાયદો થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે ભાજપ 2024ની સામાન્ય ચૂંટણીમાં કેટલાક પાસમાંદા મુસ્લિમોને ટિકિટ આપી શકે છે.

ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે મુસ્લિમોને લઈને તેની રણનીતિ બદલી છે. અત્યાર સુધી ભાજપ મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠકો પર મુસ્લિમ મતોને અન્ય પક્ષો વચ્ચે વહેંચીને પોતાની જીતનો માર્ગ શોધવાની રણનીતિ પર કામ કરતી હતી. પણ આ વખતે તે મુસ્લિમ મતોની વહેંચણીમાં પોતાનો હિસ્સો લેવાની રણનીતિ પર કામ કરી રહી છે. સૂત્રો મુજબ ભાજપના ચૂંટણી રણનીતિકારો નું માનવું છે કે મોદી સરકાર દસ વર્ષ સુધી સત્તામાં રહ્યા બાદ ભાજપે મુસ્લિમોને દૂર રાખવાને બદલે તેમને સાથે લઈને આગળ વધવું જોઈએ. જો કેટલાક મુસ્લિમો જેઓ પહેલાથી જ રાજકારણમાં થોડી જગ્યા બનાવવા ઈચ્છે છે તે ભાજપ સાથે જોડાય છે તો તે તેમના માટે નફાકારક સોદો હશે. ભાજપે પોતાની જાળ નાખી દીધી છે. હવે પસમાંદા મુસ્લિમોએ નક્કી કરવાનું છે કે શું તેઓ પીએમ મોદીને જીતની હેટ્રિક ફટકારવામાં મદદ કરશે કે નહિ અને તે લોકસભા ચૂંટણી ના પરિણામ બાદ જ સાફ થશે.

આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. એક તરફ ભાજપ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જીતની હેટ્રિક ફટકારવા માટે કમર કસી રહ્યું છે. આ સાથે જ વિપક્ષ પણ એક થઈને ભાજપના વિજય રથને રોકવા માટે પોતાની પૂરી તાકાત લગાવવાની તૈયારી માં દેખાઈ રહી છે. 2024ની ચૂંટણી જીતવા માટે ભાજપ મુસ્લિમ સમાજના સૌથી મોટા પસમાંદા વર્ગને પોતાની તરફ ખેચવાના પ્રયાસમાં છે. એવામાં સવાલ એ થાય છે કે શું પીએમ મોદી પસમાંદા મુસ્લિમોની સૌથી મોટી પસંદ બને છે કે નહિ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news