અયોધ્યામાં જોવા મળશે ગંગા-જમુના તહજીબ, ભૂમિ પૂજન માટે સુન્ની વક્ફ બોર્ડને આમંત્રણ
સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ પણ થઈ શકે છે સામેલ તો સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ તો મસ્જિદના પક્ષમાં શરૂઆતથી હતું અને રામ મંદિર વિરુદ્ધ કેસ લડી રહ્યું હતું.
Trending Photos
અયોધ્યાઃ અયોધ્યામાં 5 ઓગસ્ટે શ્રી રામ જન્મભૂમિ મંદિરનું ભૂમિ પૂજન જ નહીં થાય પરંતુ સદ્ભાવનું મંચ પણ જોવા મળશે. રામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમમાં સુન્ની સેન્ટ્ર્લ વક્ફ બોર્ડના અધ્યક્ષ ઝફર ફોરુખી, અયોધ્યાના સમાજસેવી પદ્મ શ્રી મોહમ્મદ શરીફ, બાબરી મસ્જિદના પક્ષકાર ઇકબાલ અંસારી આમંત્રિત લોકોની યાદીમાં સામેલ છે.
મહત્વનું છે કે ઇકબાલ અંસારીના પિતા હાતિમ અંસારી ન માત્ર બાબરી મસ્જિદના મુખ્ય પક્ષકાર હતા પરંતુ રામ મંદિર આંદોલનના આગેવાન રહેલા રામચંદ્ર પરમહંસના નજીકના મિત્ર પણ હતા અને બંન્ને વચ્ચે મિત્રતા પણ એવી કે કેસ લવડા પણ સાથે જતા હતા.
સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ પણ થઈ શકે છે સામેલ
તો સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ તો મસ્જિદના પક્ષમાં શરૂઆતથી હતું અને રામ મંદિર વિરુદ્ધ કેસ લડી રહ્યું હતું. છતાં સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ જફર ફારુખીને રામ મંદિર ભૂમિ પૂજન માટે અતિથિઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.
મોહમ્મદ શરીફને મોકલવામાં આવ્યું આમંત્રણ
તો અયોધ્યાના સમાજસેવી અને લાવારિસ લાશોના મસીહા કહેવાતા મોહમ્મદ શરીફ ખિડકી અલી બેગમાં રહે છે. તેમનું કેન્દ્ર સરકારે 2020મા પદ્મશ્રીથી સન્માન કર્યું હતું. મોહમ્મદ શરીફ અત્યાર સુધી 5 હજારથી વધુ લાવારિસ લાશોના અંતિમ સંસ્કાર કરી ચુક્યા છે.
તો સૂત્રો પ્રમાણે શ્રી રામ જન્મભૂમિ મંદિરના ભૂમિ પૂજનમાં બધા ધર્મો, પંથો, સનાતન ધર્મના શંકરાચાર્યો સિવાય સૂફી સંપ્રદાયોના પ્રમુખોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાં ઈસાઈ, જૈન, શીખ, મુસ્લિમ, બૌદ્ધ ધર્મના પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બધાને ફોન કરીને આમંત્રણ આપવામાં આવ્યું છે.
રામદેવ, માં અમૃતાનંદમયી, પ્રણવ પંડ્યાને પણ આમંત્રણ
હવે શ્રી રામજન્મભૂમિ મંદિરના ભૂમિ પૂજનમાં સામેલ મુખ્ય આમંત્રિત અતિથિઓ પર એક નજર કરીએ તો તેમાં યોગ ગુરૂ બાબા રામદેવ, ગાયત્રિ પવિરાના પ્રણવ પંડ્યા, કબીર પંથ, રામકૃષ્ણ મિશન, કેરલના માં અમૃતાનંદમયી, રામ મંદિર આંદોલનમાં લાંબા સમય સુધી સક્રિય ભૂમિકા ભજવનાર અશોક સિંઘલના ભત્રીજા, સંઘ પ્રમુખ મોહન ભાગવન અને સંઘના કેટલાક પદાધિકારીઓ સિવાય વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપના કેટલાક મુખ્ય નેતાઓને બોલાવવામાં આવ્યા છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે