ભાજપને મોટો ઝટકો! રાહુલ ગાંધીની હાજરીમાં દિગ્ગજનેતાની કોંગ્રેસમાં ઘરવાપસી
Politics: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની હાજરીમાં ભાજપના નેતા ફરી એકવાર કોંગ્રેસમાં જોડાઈ ગયા...વાત હરિયાણા ભાજપના ચૂંટણી કમિટીના સભ્ય અને સ્ટાર પ્રચારકમાંથી એક એવા અશોક તંવરની છે... ચૂંટણીમાં જ્યાં સુધી મત ન પડે ત્યાં સુધી હવાની દિશા બદલાવાની સંભાવના રહે છે...
Trending Photos
- હરિયાણામાં ભાજપને મોટો ઝટકો
- અશોક તંવરે કોંગ્રેસનો હાથ પકડ્યો
- રાહુલ ગાંધીની હાજરીમાં કર્યો પ્રવેશ
- શાસક પાર્ટીને સૌથી મોટો ઝટકો
- અશોક તંવરની ફરી થઈ ઘરવાપસી
- દલિત નેતાની એન્ટ્રી, કોંગ્રેસને થશે ફાયદો
Political News: ચૂંટણીમાં જ્યાં સુધી મતદાન ન થાય ત્યાં સુધી હવાની દિશા બદલવાની સંભાવના રહે છે... આ કહેવત ક્યારેક મતદારો પર તો ક્યારેક નેતાઓ પર એકદમ સાચી સાબિત થાય છે... અને આવું જ કંઈક હરિયાણાની ચૂંટણીમાં સાબિત થયું... કેમ કે કલાક પહેલાં શાસક પાર્ટી ભાજપના ઉમેદવારો માટે મતની અપીલ કરતાં મોટા નેતાની કોંગ્રેસમાં વાપસી થઈ ગઈ... ત્યારે કોણ છે આ નેતા?... હરિયાણામાં ક્યારે મતદાન થશે?... જાણો વિગતવાર આ રિપોર્ટમાં...
તારીખ- 3 ઓક્ટોબર 2024
સમય- બપોરના 12 કલાક
નલવામાં ભાજપના ઉમેદવાર રણધીર પરિહારના પક્ષમાં પ્રચાર કરતાં જોવા મળ્યા... આ દરમિયાન ભાજપની સરકાર બનાવવાની અપીલ પણ કરી...
તારીખ- 3 ઓક્ટોબર 2024
સમય- બપોરના 2 કલાક અને 52 મિનિટ
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની હાજરીમાં ભાજપના નેતા ફરી એકવાર કોંગ્રેસમાં જોડાઈ ગયા...વાત હરિયાણા ભાજપના ચૂંટણી કમિટીના સભ્ય અને સ્ટાર પ્રચારકમાંથી એક એવા અશોક તંવરની છે... ચૂંટણીમાં જ્યાં સુધી મત ન પડે ત્યાં સુધી હવાની દિશા બદલાવાની સંભાવના રહે છે... આવું જ કંઈક હરિયાણામાં જોવા મળ્યું... ચૂંટણી પ્રચાર શાંત થાય તે પહેલાં અશોક તંવરે રાહુલ ગાંધીની જિંદ રેલીમાં પહોંચીને કોંગ્રેસનો હાથ પકડી લીધો.
#WATCH | Haryana BJP leader Ashok Tanwar joined Congress in the presence of Congress MP and Lok Sabha LoP Rahul Gandhi and former Haryana CM Bhupinder Singh Hooda, in Mahendragarh
(Source: Congress) pic.twitter.com/g4pqSmbqGo
— ANI (@ANI) October 3, 2024
કોંગ્રેસ પાર્ટીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ વીડિયો શેર કર્યો... તો થોડીવાર પછી અશોક તંવરે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાવાના ફોટો શેર કરતાં લખ્યું કે...પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની હાજરીમાં મહેન્દ્રગઢની રેલીમાં કોંગ્રેસ પરિવારમાં સામેલ થયો. અશોક તંવર કોંગ્રેસ માટે જૂનું નામ નથી... કેમ કે તે ઘણા વર્ષો સુધી કોંગ્રેસમાં કામ કરી ચૂક્યા છે...
અશોક તંવર હિસારથી લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે...
તે હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા હતા...
તે કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ અને યૂથ કોંગ્રેસના પ્રભારી પણ રહ્યા છે...
તેમની ગણતરી રાહુલ ગાંધીની નજીકના નેતાઓમાં થતી હતી...
જોકે 2019માં કોંગ્રેસથી નારાજ થઈને તે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા... અને થોડા સમય પછી તે ભાજપમાં પણ જોડાયા... પરંતુ થોડા જ સમયમાં તેમનું હ્રદય પરિવર્તન થઈ ગયું અને તે પાછા કોંગ્રેસમાં આવી ગયા... અશોક તંવરનું કોંગ્રેસમાં જોડાવું તે ભાજપ માટે સૌથી મોટો ઝટકો છે... અને કોંગ્રેસ માટે મોટો ફાયદો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે