VIDEO: જો કોઇ હિંદુ યુવતીને સ્પર્શે તો તેનો હાથ ન બચવો જોઇએ: કેન્દ્રીય મંત્રી
પોતાનાં નિવેદનો મુદ્દે સમાચારોમાં રહેનારા કેન્દ્રીય રોજગાર અને કૌશલ વિકાસ રાજ્યમંત્રી અનંત કુમાર હેગડે એકવાર ફરીથી ચર્ચામાં છે
Trending Photos
નવી દિલ્હી : પોતાનાં નિવેદનો મુદ્દે હંમેશા સમાચારોમાં રહેતાનારા કેન્દ્રીય રોજગાર અને કૌશલ વિકાસ મંત્રી અનંત કુમાર હેગડે એકવાર ફરીથી ચર્ચામાં છે. તેમણે કહ્યું કે, જો કોઇ હિંદુ યુવતીને કોઇ સ્પર્શે છે તો તે હાથનું અસ્તિત્વ જ ખતમ થઇ જવું જોઇએ. તેઓ કર્ણાટકનાં કોડાગુમાં આયોજીત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રી અનંત કુમારે પોતાનાં ભાષણમાં કહ્યું કે, આપણે પોતાનાં સમાજની પ્રાથમિકતાઓ અંગે પુનર્વિચાર કરવો પડશે. આપણે જાતી અંગે ન વિચારવું જોઇે. જો કોઇ હિંદુ યુવતીને કોઇ સ્પર્શે છે, તો તેનાં હાથનું અસ્તિત્વ ન રહેવું જોઇએ. વર્ષ 2017માં કોપ્પલ જિલ્લાનાં કુકનૂરમાં એક કાર્યક્રમ દરમિયાન હેગડેએ કહ્યું હતું કે, લોકો ધર્મનિરપેક્ષ શબ્દથી એટલા માટે સંમત છે, કારણ કે આ સંવિધાનમાં લખ્યું છે. તેને (સંવિધાન) ઘણુ પહેલા બદલી દેવામાં આવવું જોઇતું હતું અને હવે આપણે તેને બદલવા જઇ રહ્યા છીએ. તેમણે કહ્યું હતું, જે લોકો પોતાની જાતને ધર્મનિરપેક્ષ કહે છે, તેઓ માતા-પિતાના જન્મ જેવું છે.
#WATCH: Union Minister Ananth Kumar Hegde in Kodagu, "We have to rethink about priorities of our society. We shouldn’t think of caste. If a Hindu girl is touched by a hand, then that hand should not exist." #Karnataka pic.twitter.com/4uVNnIrNeu
— ANI (@ANI) January 27, 2019
51 વર્ષીય કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું, જો કોઇ કહે છે કે મુસ્લિમ, ક્રિશ્ચિયન, લિંયાયત, બ્રાહમણ અથવા હિંદુ હોય તો મને આનંદ થાય છે, કારણ કે તેઓ પોતાનાં મુળીયાઓ જાણે છે. તે પોતાની જાતને ધર્મનિરપેક્ષ કહે છે, હું તેમને નથી જાણતો કે શું કહેવું જોઇએ. કેન્દ્રીય મંત્રી અનંત કુમાર હેગડેના સંવિધાન અને ધર્મનિરપેક્ષતા અંગે અપાયેલા નિવેદન પર ઉઠેલા વિવાદોની સમાપ્ત કરવાની પહેલ કરતા સરકારે અગાઉ પોતાની જાતને અલગ કરી અને લોકસભામાં હેગડેએ તે મુદ્દે માફી માંગી લીધી હતી. કોંગ્રેસ અને અન્ય કેટલાક દળોનાં સભ્યોએ મંત્રીના નિવેદનનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો.
કેન્દ્રીય મંત્રી હેગડેએ તત્કાલ ઉભા થઇને કહ્યું કે, તેમની સંવિધાન, બાબા સાહેબ ભીમ રાવ આંબેડકર અને સંસદમાં સંપુર્ણ નિષ્ટા છે. આ અંગે તેમને કોઇ પણ શંકા નથી. કોઇના અંગે તેમની નિષ્ઠા ઘટી શકે તેમ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે