એમનેસ્ટી ઈન્ટરનેશનલે પીએમ મોદી પર લગાવ્યાં ગંભીર આરોપ, BJPએ કર્યો પલટવાર 

માનવાધિકારો માટે કામ કરનારી બિન સરકારી આંતરરાષ્ટ્રીય સંસ્થા એમનેસ્ટી ઈન્ટરનેશનલે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન  સાધ્યું છે.

એમનેસ્ટી ઈન્ટરનેશનલે પીએમ મોદી પર લગાવ્યાં ગંભીર આરોપ, BJPએ કર્યો પલટવાર 

નવી દિલ્હી: માનવાધિકારો માટે કામ કરનારી બિન સરકારી આંતરરાષ્ટ્રીય સંસ્થા એમનેસ્ટી ઈન્ટરનેશનલે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન  સાધ્યું છે. સંસ્થાએ પીએમ મોદી પર મોટા આરોપ લગાવ્યાં છે. એમનેસ્ટી ઈન્ટરનેશલે ટ્વિટ કરીને કહ્યું છે કે પીએમ મોદીએ માનવાધિકારની સુરક્ષાનું વચન આપ્યું હતું પરંતુ વડાપ્રધાન માનવાધિકાર કાર્યકર્તાઓ અને એવા સંગઠનોને નિશાન બનાવી રહ્યાં છે. 

આ બાજુ ભાજપે એમનેસ્ટીના આ આરોપો પર પલટવાર કર્યો છે. ભાજપે કહ્યું છે કે એમનેસ્ટી ઈન્ટરનેશનલ પીએમ મોદીની પાછળ પડી છે. ભાજપનું કહેવું છે કે આ સંસ્થા ભારતને દુનિયામાં બદનામ કરી રહી છે. 

Strong.
Leaders.
Don’t.
Bully.
Charities.#KeepHumanRightsAlive 🕯 pic.twitter.com/RvSgigv0Yk

— Amnesty International (@amnesty) November 30, 2018

એમનેસ્ટી ઈન્ટરનેશનલે પીએમ મોદી પર આરોપ લગાવતા કહ્યું છે કે ભારત જેવી મોટી તાકાતે માનવાધિકારની સુરક્ષા કરવી જોઈએ. શક્તિશાળી નેતાઓ આ પ્રકારે પરેશાન કરતા નથી. એમનેસ્ટી ઈન્ટરનેશલે એક વીડિયો પણ ટ્વિટ કર્યો છે અને લખ્યું છે કે ભારતમાં મીડિયા હાઉસ પર છાપા પડી રહ્યાં છે અને કાર્યકર્તાઓને પરેશાન કરવામાં આવી રહ્યાં છે. 

એક ટ્વિટમાં એમનેસ્ટીએ સવાલ કર્યો છે કે શું સિયોલ શાંતિ પુરસ્કારથી સન્માનિત મોદી માનવાધિકાર સંગઠનોને નિશાન બનાવી રહ્યાં છે. અત્રે જણાવવાનું કે 25 ઓક્ટોબરના રોજ એમનેસ્ટીના બેંગ્લુરુ સ્થિત ઓફિસ પર ઈડીએ દરોડા માર્યા હતાં. ફેમા હેઠળ દગાખોરીના આરોપમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news