શાહની પહેલી, મુલાયમની છેલ્લી લોકસભા ચૂંટણી, રાહુલ માટે પણ આજે વોટિંગ
લોકસભા ચૂંટણી 2019ની ત્રીજા તબક્કા માટે આજે દેશભરમાં 117 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં ગુજરાત અને કેરળની દરેક બેઠક પર મતદાન થશે. સાત તબક્કામાં સૌથી મોટા આ તબક્કામાં પ્રમુખ ઉમેદવારોમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી સામેલ છે.
Trending Photos
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ની ત્રીજા તબક્કા માટે આજે દેશભરમાં 117 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં ગુજરાત અને કેરળની દરેક બેઠક પર મતદાન થશે. સાત તબક્કામાં સૌથી મોટા આ તબક્કામાં પ્રમુખ ઉમેદવારોમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી સામેલ છે.
14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની આ 117 બેઠકોમાં 2014ની ચૂંટણીમાં ભાજપ અને તેમના સહયોગી દળોએ 66 બેઠકો જીત્યા હતા. ત્યારે કોંગ્રેસ અને તેમના સહયોગીઓએ 27 પર જીત મેળવી હતી. બાકી બેઠકો પર અન્ય વિપક્ષી દળ અને સ્વતંત્ર ઉમેદવારોએ ખાતું ખોલાવ્યું હતું.
ગુજરાતના ગાંધીનગરથી ભાજપ અધ્યક્ષ અમિત શાહ મેદાનમાં ઉતર્યા છે જ્યાં પહેલાથી ભાજપના વિરષ્ટ નેતા લાલકૃષ્ણ અડવાણી ચૂંટણી લડી લોકસભામાં પહોંચતા રહ્યાં. કેરળમાં વાયનાડથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી લડી રહ્યાં છે અને આ બેઠક પર પણ સૌઉ કોઇની નજર છે.
આ ચરણમાં ગુજરાતની દરેક બેઠક અને કેરળની દરેક બેઠક 20 બેઠકોની સાથે આસામની ચાર, બિહારની પાંચ, છત્તિસગઢની સાત, કર્નાટક તથા મહારાષ્ટ્રમાં 14-14, ઓડિશાની 6, ઉત્તર પ્રદેશની 10 પશ્ચિમ બંગાળની 5, ગોવાની બે અને દાદર નગર હવેલી, દમણ-દીવ તથા ત્રિપુરાની એક-એક બેઠક સામેલ છે.
ત્રીજા તબક્કામાં મતદાનમાં લગભગ 18.56 કરોડ મતદાતા તેમનો વોટ આપી શકે છે. ચૂંટણી પંચે તેના માટે 2.10 લાખ મતદાન કેન્દ્રો બનાવ્યા છે અને કડક સુરક્ષાની વ્યવસ્થા કરી છે. કોંગ્રેસ સાંસદ શશિ થરૂર કેરળના તિરૂવનતપુરમથી ફરીથી ભાગ્યને આજમાવી રહ્યાં છે અને તેમની સામે ભાજપના પૂર્વ રાજ્યપાલ રાજશેખરન ઉભા છે. કર્નાટકમાં આ એચડી કુમારસ્વામી નીત કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર માટે પરીક્ષા છે.
વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: ત્રીજા તબક્કામાં 15 રાજ્યોની 117 સીટો પર મતદાન શરૂ, આકરી સુરક્ષા વ્યવસ્થા
યૂપીમાં 10 બેઠકો પર વોટિંગ
ઉત્તર પ્રદેશમાં સપા નેત મુલાયમ સિંહ યાદવના પરિવારના ચાર સભ્યોનું ભવિષ્ય ઇવીએમમાં કેદ થશે. મુલાયમ, તેમના બે ભત્રિજા ધર્મેન્દ્ર યાદવ અને અક્ષય યાદવ ફરીથી લોકસભા પહોંચવા માટે પ્રયાસરત છે. આ ઉપરાંત સપાના આઝમ ખાન અને ફિલ્મ અભિનેત્રી ભાજપ ઉમેદવાર જયા પ્રદા પણ મુખ્ય ચહેરામાં સામેલ છે. ઉત્તર ગોવથી કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપાદ યેસો નાઇક ફરીથી મેદાનમાં છે.
બિહારમાં 5 બેઠકો પર વોટિંગ
બિહારમાં પાંચ લોકસબા બેઠકો માટે વોટિંગ છે જેમાંથી ચાર પર વર્તમાન સાંસદ પપ્પૂ યાદવ (મધેપુરા), તેમની પત્ની રંજીત રંજન (સુપૌલ), સરફરાજ આલમ (એરરિયા) અને મહબૂબ અલી કૈસર (ખગડિયા) છે.
ઓડિશાની 6 બેઠકો પર વોટિંગ
ઓડિશાની 6 બેઠકો પર મુખ્ય મુકાબલો રાજ્યમાં શાસર પક્ષ બીજેડી અને ભાજપની વચ્ચે માનવામાં આવી રહ્યું છે. 2014ની ચૂંટણીમાં દરેક બેઠક બીજેડીના ખાતે ગઇ હતી. પશ્ચિમ બંગાળની બાલૂરઘાટ, માલદા ઉત્તર, માલદા દક્ષિણ, જંગીપુર અને મુર્શિદાબાદમાં તૃણમૂલ કોંગ્રેસનો મુકાબલો ભાજપ અને કોંગ્રેસને ઉમેદવાર તાલ ઠોકી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે