તારીખ
|
24 જુલાઈ, 2018 મંગળવાર
|
માસ
|
અષાઢ સુદ બારશ
|
નક્ષત્ર
|
જ્ષેષ્ઠા
|
યોગ
|
બ્રહ્મા
|
ચંદ્ર રાશી
|
વૃશ્ચિક (બપોરે 3.28 પછી ચંદ્ર ધનમાં)
|
અક્ષર
|
ન, ય (ભધફઢ)
|
- આજે વામનપૂજાનો દિવસ છે
- વૈધૃતિ અને મહાપાત યોગ સવારે 8.57થી રાત્રે 1.23 સુધી છે. જે શુભ નથી
- આજે મંગળવાર છે. શ્રીગણેશજીની ઉપાસના કરવાથી મંગળગ્રહની પીડાનું શમન થાય છે.
- કળીયુગમાં ગણેશજીનું નામ ધૂમ્રકેતુ છે. તેઓ ભૂરા રંગના ઘોડા પર સવાર થઈ મ્લેચ્છો અને મ્લેચ્છવત જીવન વ્યતીત કરનારાનો નાશ કરશે.
- કૃષ્ણ યજુર્વેદનો મહાપવિત્ર મંત્ર આપને આપું છું- તત્કરાટાય વિદ્મહે હસ્તિમુખાય ધીમહિ. તન્નો દન્તી પ્રચોદયાત. (આ મંત્રની એક માળા આજે અવશ્ય કરજો)
રાશી ભવિષ્ય
મેષ (અલઈ)
|
- આજે સરકારી કાર્યમાં વ્યસ્ત રહેવું પડે
- લેખકો, ચિંતકો, મનોચિકિત્સકો માટે શુભ દિવસ
- વડીલ વ્યક્તિ તરફથી કે મિત્રો તરફથી લાભ
- દિવસનો બીજો ભાગ વધુ લાભપ્રદ પુરવાર થાય
|
વૃષભ (બવઉ)
|
- ચંદ્રની ઉચ્ચની રાશી છે પણ ચંદ્રએ હમણાં નીચત્વ ધારણ કર્યું છે
- એટલે તમે થોડા વધુ સંવેદનશીલ બન્યા છો
- આજે કાર્યસ્થળે મન વ્યગ્રતા અનુભવે
- મોડી રાત્રે ડ્રાઈવીંગ આજે ટાળજો
|
મિથુન (કછઘ)
|
- આપનો રાશી સ્વામી ટૂંક સમયમાં વક્રી થશે
- માટે આજથી જ વર્તણૂંકમાં ફેરફાર કરી દેજો
- શસ્ત્રક્રીયાના યોગ પણ નિર્માયા છે
- જે વ્યક્તિ નાદુરસ્ત હોય તેમણે સાચવવું
|
કર્ક (ડહ)
|
- અભ્યાસમાં રસરુચિ ખૂબ જળવાય
- પ્રેમસંબંધમાં વિચ્છેદની શક્યતા જણાય છે
- જે આપના ક્રોધના કારણે ઘટે એવું દર્શાવે છે
- આવેશ ઉપર સંયમ રાખજો
|
સિંહ (મટ)
|
- ગૃહકલેશ ન થાય તે માટે સાચવવું
- રાશીમાંથી નીકળતો ચંદ્ર કોઈ દુષ્પ્રભાવ બતાવી શકે
- જો પત્ની સ્વતંત્ર વેપારમાં સંકળાયેલી હોય તો તકેદારી રાખવી પડશે
- માતા તેમજ સસરાનું આરોગ્ય જાળવવુ
|
કન્યા (પઠણ)
|
- આપના માટે લાભપ્રદ સ્થિતિ છે
- કાર્યક્ષેત્રે સફળતા મળે
- સંબંધોને આજે વટાવી લેજો, લાભમાં રહેશો
- પરદેશથી કોઈ સારા સમાચાર મળી શકે છે
|
તુલા (રત)
|
- આપનો રાશી સ્વામી હમણાં સાનુકૂળ છે
- પણ બપોર પછીનો સમય સાચવવાનો રહેશે
- ગુસ્સામાં સ્થાનાંતર કરવું નહીં
- ગણેશજીની ઉપાસના અવશ્ય કરવી
|
વૃશ્ચિક (નય)
|
- પરિવારમાં આનંદનું વાતાવરણ રચાય
- વાણી પ્રબળ બનતી દેખાય છે
- વીલ-વારસાના પ્રશ્ન ઉકેલાય
- કાર્યસ્થળે સાનુકૂળ પરિસ્થિતિ રચાય
|
ધન (ભધફઢ)
|
- આરોગ્યમાં આરોહ-અવરોહની સ્થિતિ રચાય
- સાસરા પક્ષ તરફથી લાભ મળે
- ગૂઢ જ્ઞાન સાથે સંકળાયેલાને લાભ
|
મકર (ખજ)
|
- સ્ત્રી જાતકોને પતિ સાથે વૈમનસ્ય ન થાય તે જોવુ
- પરિવારમાં આનંદ રહે
- હમણાં દિવસો થોડા નીરસ ચાલી રહ્યા છે
- પણ, ટૂંક સમયમાં જ પરિવર્તન આવશે
|
કુંભ (ગશષસ)
|
- સંધ્યા સમયે ક્રોધ ઉપર કાબૂ રાખજો
- સૈદ્ધાંતિક વાતમાં પણ મનદુખ થઈ જાય
- જીવનસાથી સાથે વિશેષ સુમેળ રાખવો
|
મીન (દચઝથ)
|
- સંધ્યા સમયે વ્યગ્રતા અનુભવાય
- સંબંધોમાં થોડી ઊણપ પણ આવે
- પેટની બિમારીથી સાવધાન રહેવું
- ઓમ ગં ગણપતયે નમઃનો મંત્રજાપ કરજો
|
જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે