દેશભરમાં કોરોનાના 170 જિલ્લા હોટસ્પોટ, હજુ પણ કોમ્યુનિટી ટ્રાંસમિશન નથી: સ્વાસ્થ્ય મંત્રાલય
Trending Photos
નવી દિલ્હી: દેશભરમાં કોરોનાનું સંક્રમણ વધતું જઈ રહ્યું છે. દેશભમાં હોટસ્પોટ્સને લઇને કેબિનેટ સેક્રેટરીની અધ્યક્ષતામાં બુધવારે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાસ્થય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે રાજ્યોને કહેવામાં આવ્યું છે કે, લોકડાઉનની સમયમર્યાદાનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. દેશના દરેક જિલ્લા હોટસ્પોટ ડિસ્ટ્રિક, નોન હોટસ્પોટ ડિસ્ટ્રિક્ટમાં વહેચવામાં આવ્યા છે. કનેટન્મેન્ટ ઝોનની બહાર જેને બફર ઝોન પણ ઇન્ફ્લૂએઝા અને શ્વાસની બીમારીથી જોડાયેલા લોકોની તપાસ કરવામાં આવે અને ઘરે ઘરે સર્વે કરવામાં આવે.
સ્વાસ્થ્ય મંત્રાલયે એક વાત ફરી સ્પષ્ટ કરી છે કે, દેશમાં હજુ પણ કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થયું નથી. કોરોના સંક્રમણને લઇને ઘરે ઘરે સર્વે કરવામાં આવશે. કેન્દ્ર સરકારે રાજ્યો સાથે ચર્ચા કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આ જાણકારી આપી હતી.
અગ્રવાલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રમણના હોટસ્પોટને લઇ રાજ્યોએ સૂચનાઓ જાહેર કરી છે. દેશના 170 જિલ્લા હોટસ્પોટ જાહેર કરવામાં આવશે. કોરોનાથી લડવા માટે સતત મોનિટરિંગ કરવામાં આવશે. કોરોનાના ગંભીર દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટર બનાવવા માટે રાજ્ય સરકારને કહેવામાં આવું છે. કોરોના પર એક ભૂલથી સમગ્ર દેશમાં હાહાકાર મચી જશે. હોટસ્પોટ અને કન્ટેનમેન્ટ ઝોનને લઇને રાજ્યના સચિવોથી ચર્ચા થઈ હતી.
અગ્રવાલે જણાવ્યું કે, દરેક કેસને જિલ્લા સ્તર પર દૈનિક આધાર પર મોનિટર કરવાનું કહેવામાં આવ્યું છે. જિલ્લાઓને કહેવામાં આવ્યું છે કે, સ્ટોફના સંક્રમણથી બચાવ વિશે જણાવામાં આવે. જે જિલ્લામાં કેસ રિપોર્ટ થઈ રહ્યાં છે. તે પોટેન્શિયલ હોટસ્પોટ થઈ શકે છે. ત્યાં પણ ફોકસ કરવાની જરૂરીયાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે