હૈયું કાંપી જશે ! છરીના 36 ઘા માર્યા, પત્થરથી માથું ફોડ્યું : વિધર્મીએ બેરહેમીથી કરી સગીરાની હત્યા
નવી દિલ્હીમાં સગીરાની હત્યાનો એક ચોંકાવનારું સીસીટીવી ફૂટેજ સામે આવતા હડકંપ મચી ગયો છે. દેશની રાજધાનીના શાહબાદ ડેરી વિસ્તારમાં સાહિલ લનામના વ્યક્તિએ 16 વર્ષની સાક્ષીની ચાકૂના ઘા ઝીંકી તથા પથ્થરોથી હત્યા કરી નાખી.
Trending Photos
નવી દિલ્હીમાં સગીરાની હત્યાનો એક ચોંકાવનારું સીસીટીવી ફૂટેજ સામે આવતા હડકંપ મચી ગયો છે. દેશની રાજધાનીના શાહબાદ ડેરી વિસ્તારમાં સાહિલ લનામના વ્યક્તિએ 16 વર્ષની સાક્ષીની ચાકૂના ઘા ઝીંકી તથા પથ્થરોથી હત્યા કરી નાખી. સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે વાદ વિવાદ થયા બાદ છોકરો છોકરીને ગલીમાં રોકે છે અને પછી તેના પર ચાકૂથી તાબડતોડ હુમલો કરે છે.
દિલ્હીના બહારી ઉત્તરી જિલ્લાના શાહબાદ ડેરી પોલીસ મથક વિસ્તારનો આ મામલો છે. એક વ્યક્તિએ પોલીસને છોકરી પર હુમલા અંગે સૂચના આપી અને તરત જ ઘટનાસ્થળે પહોંચવાનું કહ્યું. પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને મામલાની જાણકારી આપી. જાણવા મળ્યું કે સગીરા ગલીમાંથી પસાર થઈ રહી હતી અને અચાનક એક છોકરાએ તેને રોકી અને ચાકૂથી તાબડતોડ વાર કર્યા. આટલા ઘા ઝીંકયા બાદ પણ તેનું મન ન ભરાયું તો આરોપીએ પથ્થરથી હુમલો કર્યો.
પોલીસ તપાસમાં મૃતક છોકરીની ઓળખ 16 વર્ષની સાક્ષી તરીકે થઈ છે અને આરોપીની ઓળખ સાહિલ (સરફરાઝનો પુત્ર) તરીકે થઈ છે. સગીરા ઈ-36 જેજે કોલોનીમાં રહેતા જનકરાજની પુત્રી હતી. પોલીસે જણાવ્યું કે સાહિલ અને સાક્ષી રિલેશનશીપમાં હતા. પરંતુ રવિવારે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ સાક્ષી જ્યારે તેની સખી નીતુના પુત્રના જન્મદિવસના સામેલ થવા માટે નીકળી તો સાહિલે તેને ગલીમાં રોકી. બંને વચ્ચે પાછી કહાસૂની શરૂ થઈ ગઈ. ત્યારબાદ હત્યાના ઈરાદે આવેલો સાહિલ ચાકૂ લઈને તેની પર તૂટી પડ્યો. આરોપીએ સાક્ષી પર તાબડતોડ વાર કરવાના શરૂ કરી દીધા. આટલા ઘા કર્યા પછી પણ ન ધરાયો તો લગભગ મૃતપાય થએલી છોકરીને પથ્થર મારી મારીને કચડી નાખી.
देखिए आधा दिन, पूरी खबर LIVE #BREAKING : दिल्ली में मर्डर की हैरान करने वाली वारदात
▶️नाबालिग लड़की की आरोपी साहिल ने की 22 बार चाकू मारकर बेरहमी से हत्या #Delhi #Murder #CCTV | @malhotra_malika@priyasi90
https://t.co/FMgo8pq1vC
— Zee News (@ZeeNews) May 29, 2023
ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે આરોપી સાહિલ છોકરીને ચાકૂના ઘા ઝીંકી રહ્યો છે. ગલીમાં લોકો આવતા જતા જોવા મળે છે. પરંતુ કોઈ પણ વચ્ચે પડીને બચાવ કરવા તૈયાર નથી. સાહિલ સતત ચાકૂઓથી હુમલો કરીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. બીજી બાજુ ઘાયલ સગીરાને હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું.
મૃતકના પિતાની ફરિયાદના આધારે શાહબાદ ડેરીમાં આપીસીની કલમ 302 હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. હાલ આરોપી સાહિલ ફરાર છે. તેની ધરપકડ માટે પોલીસ દરોડા પાડી રહી છે.
દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલિવાલે આ મામલે કહ્યું કે દિલ્હીના શાહબાદ ડેરીમાં એક સગીરા માસૂમ ગુડિયાને ચાકૂ મારીને મારવામાં આવી અને ત્યારબાદ પથ્થરથી કચડી નાખી. દિલ્હીમાં દરિંદાઓનો જુસ્સો બુલંદ છે. પોલીસને નોટિસ પાઠવી રહ્યા છીએ. સાચે બધી હદો પાર થઈ ગઈ છે. મે મારી આટલા વર્ષોની કરિયરમાં આનાથી વધુ ભયાનક શું જોયું નથી.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે