ડાયાબિટીસના દર્દીએ આ રીતે ખાવા જોઈએ લીમડાના પાન, Blood Sugar રહેશે કંટ્રોલમાં
Neem Leaves Benefit For Diabetes: શું તમે જાણો છો કે લીમડાના પાનનું સેવન કરીને તમે બ્લડ સુગર ને કંટ્રોલમાં રાખી શકો છો ? લીમડાના પાનમાં એન્ટિ ડાયાબિટીસ ગુણ હોય છે જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
Trending Photos
Neem Leaves Benefit For Diabetes: આજના સમયમાં ડાયાબિટીસ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. નાની ઉંમરમાં પણ લોકો ડાયાબિટીસનો શિકાર થઈ જાય છે. ડાયાબિટીસ એવી સમસ્યા છે જેને કંટ્રોલ કરવું મુશ્કેલ છે. પરંતુ શું તમે જાણો છો કે લીમડાના પાનનું સેવન કરીને તમે બ્લડ સુગર ને કંટ્રોલમાં રાખી શકો છો ? લીમડાના પાનમાં એન્ટિ ડાયાબિટીસ ગુણ હોય છે જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તો ચાલો તમને જણાવીએ કે ડાયાબિટીસના દર્દીએ કઈ રીતે લીમડાના પાનનું સેવન કરવું જોઈએ.
આ પણ વાંચો:
ખાલી પેટ ખાવું
ડાયાબિટીસના દર્દીઓએ સવારે ખાલી પેટ આ પાનનું સેવન કરવું જોઈએ. લીમડાનો છ પાન લઈ તેને સારી રીતે ધોઈ અને બરાબર રીતે ચાવીને ખાવા જોઈએ. આમ કરવાથી શરીરમાં ગ્લુકોઝ લેવલ ઓછું થાય છે અને ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે
પાણીમાં ઉકાળીને પી શકો છો
સુગર લેવલને કંટ્રોલ કરવા માટે તમે લીમડાના પાનને ઉકાળીને તેનું પાણી પણ પી શકો છો. તેના માટે એક ગ્લાસ પાણીમાં લીમડાના પાન બરાબર ઉકાળવા. પાણી અડધો ગ્લાસ બચે પછી તેને ગાળી અને પી જવું.
લીમડાના પાનનો રસ પીવો
ડાયાબિટીસની કંટ્રોલ કરવા માટે તમે તેનો રસ પણ પી શકો છો. તેના માટે લીમડાના છ પાનને ધોઈ તેને વાટી લેવા. હવે કપડામાં તે પેસ્ટ બાંધી તેનો રસ કાઢી લેવો. આ રસને સવારે પીવાથી પણ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને ઘણી બધી સમસ્યાઓ દૂર થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે