Cashews Benefits: દૂધમાં પલાળી કાજૂનું કરો સેવન, હાડકાં થશે લોખંડ જેવા મજબૂત
Cashews Benefits: કાજુમાં વિટામિન ઈ, વિટામિન કે અને બી 6 જેવા વિટામીન હોય છે સાથે જ તેમાં ફોસ્ફરસ અને સેલેનિયમ જેવા મિનરલ્સ પણ હોય છે જે સ્વાસ્થ્ય માટે લાભકારક છે. કાજુનું સેવન દૂધ સાથે કરવામાં આવે તો તેના ફાયદા વધી જાય છે. તો ચાલો તમને જણાવીએ કે કાજુનું સેવન દૂધ સાથે કેવી રીતે કરવું અને ક્યારે કરવું સાથે જ તે નથી કેવા ફાયદા થાય છે.
Trending Photos
Cashews Benefits: ડ્રાયફ્રૂટની તાસીર ગરમ હોય છે તેથી શિયાળામાં તેનું સેવન કરવું ફાયદાકારક સાબિત થાય છે. ખાસ કરીને કાજુમાં વિટામિન ઈ, વિટામિન કે અને બી 6 જેવા વિટામીન હોય છે સાથે જ તેમાં ફોસ્ફરસ અને સેલેનિયમ જેવા મિનરલ્સ પણ હોય છે જે સ્વાસ્થ્ય માટે લાભકારક છે. કાજુનું સેવન દૂધ સાથે કરવામાં આવે તો તેના ફાયદા વધી જાય છે. તો ચાલો તમને જણાવીએ કે કાજુનું સેવન દૂધ સાથે કેવી રીતે કરવું અને ક્યારે કરવું સાથે જ તે નથી કેવા ફાયદા થાય છે.
વજન ઘટે છે
કાજુમાં કેલેરી ભરપૂર પ્રમાણમાં હોય છે પરંતુ તે સ્વસ્થ વજન સંતુલિત રાખવામાં મદદ કરે છે. તેમાં પ્રોટીન અને ફાઇબર હોય છે જે વજનને સંતુલિત રાખવામાં મદદ કરે છે.
હાર્ટ રહે છે હેલ્ધી
દૂધ સાથે કાજુનું સેવન કરવાથી હાર્ટ પણ હેલ્ધી રહે છે તેનાથી હાર્ટ એટેકનું જોખમ પણ ઘટી શકે છે. કાજુ સાથે દૂધ લેવાથી હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે.
પુરુષો માટે લાભકારી
કાજુનું સેવન પુરુષોની ફર્ટિલિટી વધારવામાં મદદ કરે છે. કાજુમાં સેલેનિયમ હોય છે જે પુરુષોમાં ટેસ્ટોસ્ટોરોનનું સ્તર વધારે છે.
હાડકા થાય છે મજબૂત
કાજુમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને કેલ્શિયમ જેવા મહત્વપૂર્ણ ખનીજ હોય છે, જે હાડકાને મજબૂત રાખવામાં મદદ કરે છે. કાજુ સાથે દૂધનું સેવન કરવાથી શરીરની કોશિકાઓને થતા નુકસાનથી પણ રક્ષણ મળે છે.
બ્લડ સુગર રહે છે કંટ્રોલમાં
કાજુમાં હેલ્ધી ફેટ ફાઇબર અને પ્રોટીન હોય છે જે ગ્લુકોઝના અવશોષણને ઓછું કરે છે અને શરીરમાં બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
કેવી રીતે કરવું સેવન
ત્રણથી ચાર કાજુને રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી દો. તમે કાજુના પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. સવારે દૂધને સારી રીતે ઉકાળો અને પલાળેલા કાજુને ચાવીને ખાઈ લેવા અને દૂધ પી જવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે