AMCનો મહત્વપૂર્ણ નિર્ણય: હવે અમદાવાદ દિલ્હી- મુંબઈના માર્ગે, હવે ઘરે ઢોર રાખી શકશે નહીં પશુપાલકો!
શહેર સહિત સમગ્ર રાજ્યમાં રખડતા ઢોર એક મોટો મુદ્દો બની રહ્યો છે, ત્યારે હાઈકોર્ટની ફટકાર બાદ AMC તંત્ર જાગ્યું છે અને પશુઓ માટે શહેરની બહાર વાડા બનાવવાની યોજના પર વિચારી રહ્યું છે. રખડતા ઢોરને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં શહેરને રખડતા ઢોર મુક્ત કરવા માટે સરકારને રજૂઆત કરવામાં આવશે. એટલું જ નહીં, ગાય, ભેંસો સહિતના રખડતા ઢોરો માટે શહેરની બહાર વાડા કરવા માટે પણ રજૂઆત કરવામાં આવશે. આ માટે શહેર કમિશનર દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવશે.
Trending Photos
ગૌરવ પટેલ/ અમદાવાદ: શહેર સહિત સમગ્ર રાજ્યમાં રખડતા ઢોર એક મોટો મુદ્દો બની રહ્યો છે, ત્યારે હાઈકોર્ટની ફટકાર બાદ AMC તંત્ર જાગ્યું છે અને પશુઓ માટે શહેરની બહાર વાડા બનાવવાની યોજના પર વિચારી રહ્યું છે. રખડતા ઢોરને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં શહેરને રખડતા ઢોર મુક્ત કરવા માટે સરકારને રજૂઆત કરવામાં આવશે. એટલું જ નહીં, ગાય, ભેંસો સહિતના રખડતા ઢોરો માટે શહેરની બહાર વાડા કરવા માટે પણ રજૂઆત કરવામાં આવશે. આ માટે શહેર કમિશનર દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવશે.
રખડતા ઢોર મામલે એએમસીએ મહત્વપૂર્ણ નિર્ણય લેતા કમિશનર દ્વારા રાજ્ય સરકારને રખડતા ઢોર મામલે હવે દરખાસ્ત મોકલાશે. જેમાં પશુ પાલન વ્યવસાય શહેર બહાર જ કરવા રજૂઆત કરાશે. AMC હદ બહાર જ પશુ પાલન વ્યવસાય કરવા મંજૂરી આપશે. જેમાં પશુપાલકોએ સ્વ ખર્ચે પશુઓ રાખવાની વ્યવસ્થા કરવી પડશે. દિલ્હી અને મુંબઇ જેવા મેટ્રો શહેરની રાહે હવે અમદાવાદ એક કદમ ઉઠાવી રહ્યું છે. આખરી નિર્ણય રાજ્ય સરકાર પર મુકાયો છે.
અત્રે નોંધનીય છે કે, અમદાવાદને રખડતા ઢોરોથી મુક્ત કરવા માટે વર્ષોથી વાતો થઈ રહી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી નથી, તેવામાં અમદાવાદ શહેરને ઢોર મુક્ત કરવા માટે AMC ખાસ આ પ્લાન વિશે વિચારી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા વધારે છે. રસ્તા પરથી પગપાળા પસાર થનારા કે ટૂ-વ્હીલર લઈને પસાર થનારા શહેરીજનો ક્યારે રખડતા ઢોરોની અડફેટમાં ચડી જાય છે. આવી ઘટનાઓ અવારનવાર બને છે, જેમાં રખડતા ઢોરની અડફેટમાં કોઈનું કોઈ ઘાયલ થયું હોય અથવા તો મોત પણ થાય છે. રખડતા ઢોરના કારણે રસ્તાઓમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાવાની સમસ્યા પણ સામાન્ય બની રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે