કોરોનાથી અહીં સૌથી ખરાબ સ્થિતિ: નવસારીમાં ભિક્ષુકને કોરોના થતા તંત્ર દોડતું થયું
કોરોનાની ત્રીજી લહેર બાદ જનજીવન થાળે પડ્યુ છે. પરંતુ છેલ્લા થોડા દિવસોથી નવસારી જિલ્લામાં ફરી કોરોના ફૂંફાડા મારી રહ્યો છે. જ્યાં કોરોનામુક્ત નવસારી હતુ, ત્યાં આજે એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 15 પર પહોંચી છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ, વૃદ્ધો તેમજ ભિખારી પણ કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગ પણ સાબદુ થયુ છે.
Trending Photos
નવસારી : કોરોનાની ત્રીજી લહેર બાદ જનજીવન થાળે પડ્યુ છે. પરંતુ છેલ્લા થોડા દિવસોથી નવસારી જિલ્લામાં ફરી કોરોના ફૂંફાડા મારી રહ્યો છે. જ્યાં કોરોનામુક્ત નવસારી હતુ, ત્યાં આજે એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 15 પર પહોંચી છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ, વૃદ્ધો તેમજ ભિખારી પણ કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગ પણ સાબદુ થયુ છે.
એપ્રિલ 2020 બાદ નવસારીએ કોરોનાની ત્રણ-ત્રણ લહેરો જોઈ છે. જેમાં બીજી લહેરમાં કોરોનાનો હાહાકાર હતો અને સેંકડો લોકોએ કોરોનામાં જીવ પણ ગુમાવ્યો હતો. જ્યારે ત્રીજી લહેરમાં કોરોના કેસમાં ધરખમ વધારો જોવા મળ્યો હતો. પરંતુ ત્રીજી લહેર બાદ જાણે કોરોના છે જ નહીં, એવી સ્થિતિ બની અને લોકો કોરોનાનો ડર ભુલી નોર્મલ જીવન જીવવા લાગ્યા છે. પરંતુ છેલ્લા થોડા દિવસોથી કોરોનાના વધતા કેસ ચિંતાનો વિષય બન્યા છે. જેમ-તેમ રોજગાર-ધંધા પાટે ચઢ્યા છે, ત્યાં કોરોનાએ ફરી માથુ ઉંચકતા આરોગ્ય વિભાગ પણ સતર્ક થયુ છે.
શાળાઓ પણ હાલમાં જ શરૂ થતા ગત દિવસોમાં 5 વિદ્યાર્થીઓ પણ પોઝિટીવ આવ્યા હતા. ત્યારે આરોગ્ય વિભાગે ઘરે-ઘરે ધન્વંતરિ રથના માધ્યમથી સર્વે આરંભ્યો છે. સાથે જ કોરોના ટેસ્ટિંગ વધારવામાં આવ્યુ છે. જેમાં હાલ સિવિલ, રેફરલ હોસ્પિટલ, PHC, CHC, અર્બન હેલ્થ સેન્ટર તેમજ RT-PCR ટેસ્ટ માટેના કેન્દ્રો પર લોકોના કોરોના ટેસ્ટની સુવિધા ઉભી કરવામાં આવી છે. સાથે જ જો કેસ વધે તો જિલ્લાના એસટી ડેપો, રેલવે સ્ટેશન, શાક માર્કેટ, એપીએમસી વગેરે જાહેર સ્થળોએ ડોમ ઉભા કરીને પણ ટેસ્ટિંગ કરવામાં આવશે. સાથે જ શાળાઓમાં કોરોના પોઝિટીવ આવેલા વિદ્યાર્થીના વર્ગના સહધ્યાયી તેમજ શિક્ષકોની પણ તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે જે નવસારીમાં અઠવાડિયામાં જ 15 એક્ટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 5 વિદ્યાર્થી અને એક ભિક્ષુક પોઝિટીવ નોંધાયા છે. ત્યારે નવસારીવાસીઓ કોરોના ગાઈડલાઈનનું પાલન કરે એ જરૂરી બન્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે