આજની મેચમાં વરસાદ પડશે કે નહિ? અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી આગાહી આવી ગઈ
Gujarat Weather Forecast : હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કહ્યું કે, અમદાવાદમાં આજે વરસાદની શક્યતા નહિવત છે. તેથી ભારત પાકિસ્તાનની મેચમાં વરસાદ વિધ્ન નહિ બને
Trending Photos
Ambalal Patel Cyclone Alert Prediction : આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો જોવા મળશે. બંને ટીમના ખેલાડીઓનો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે. તો મેચના રસિકો પણ આ મુકાબલો જોવા માટે આતુર છે, ત્યારે લોકોને એ ટેન્શન છે કે શું વરસાદની આગાહી મુજબ વરસાદ મેચમાં વિધ્ન બનશે કે નહિ. ત્યારે અંબાલાલ પટેલે ખુશીના સમાચાર આપ્યા છે. તો સાથે જ હવામાન વિભાગે પણ મેચ રસિકો માટે આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ વરસાદ મેચમાં વિઘ્ન નહિ બને. તો હવામાન વિભાગે પણ કહ્યું કે, અમદાવાદમાં આજે વરસાદની શક્યતા નહિવત છે. તેથી ભારત પાકિસ્તાનની મેચમાં વરસાદ વિધ્ન નહિ બને.
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી એવી છે કે, અંબાલાલ પટેલની આગાહી મુજબ વરસાદ મેચમાં વિઘ્ન નહી આવે. તો હવામાન વિભાગની આગલા પાંચ દિવસની આગાહી કરતા જણાવ્યું કે, આગામી પાંચ દિવસ વાતવરણ સૂંકું રહેશે. ભારત પાકિસ્તાનની મેચને લઇને રાહતના સમાચાર છે. અમદાવાદમા આજે વરસાદની સંભાવન નહિવત છે. અમદાવાદમા વરસાદ વિલન નહિ બને.
ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ વિધ્ન નહીં બને
આજે ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચમાં ખરાખરીનો જંગ જામવાનો છે, ક્રિકેટરસિકો મેચ જોવા આતુર બન્યા છે. બીજી તરફ હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં વરસાદની સંભાવના નથી તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. તેમજ તાપમાન 35થી 37 ડીગ્રી સુધી રહેશે અને વાદળછાયું વાતાવરણની શક્યતા છે. વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે બફારાનું પ્રમાણ વધુ રહી શકે છે. આથી પ્રેક્ષકોને પરસેવો વળશે, જોકે, આ વાતાવરણમાં સતત પાણી પીતા રહેવું યોગ્ય રહેશે.અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મોહંતી મનોરમાએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ હવામાન સૂકું રહેવાની સંભાવના છે. પરંતુ 15 અને 16 ઓક્ટોબરે કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની સંભાવના છે. આજથી વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. વરસાદની કોઈ શક્યતા નથી. અમદાવાદમાં વરસાદની સંભાવના નથી, પરંતુ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. અમદાવાદમાં આખો દિવસ 35થી 37 ડીગ્રી તાપમાન રહેશે.
વાવાઝોડુ તો આવશે જ
અંબાલાલ પટેલે જણાવ્યું કે, અરબ સાગરમાં વાવાઝોડું તો આવશે જ. તેમણે બિપોરજોય જેવા વાવાઝોડાની આગાહી કરી છે. 16 ઓક્ટોબરે અરબસાગરમાં હલચલ જોવા મળશે. 18 ઓક્ટોબરે સાગરમાં લૉ પ્રેશર બનશે. જેને કારણે 22-24 ઓક્ટોબરે ચક્રવાત બનશે. જે બંગાળના ઉપસગારનો ભેજ ખેંચતા મજબૂત બનશે. તરત બાદ પશ્ચિમી વિક્ષેભ આવતા લઘુત્તમ તાપમાન ઘટશે. જો કે હાલ વાવાઝોડું ક્યાં ફાંટાશે તેવી આગાહી કરવી મુશ્કેલ છે. જો વાવાઝોડું ઓમાન તરફ ફન્ટાય તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. નહીંતર રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. જો કે મોટાભાગે હાલની સ્થિતિ મુજબ વાવાઝોડું ઓમાન તરફ જવાની શક્યતા છે. આ દબાણની અસરના પગલે 22 થી 26 ઓક્ટોબરે પોસ્ટ મોન્સુન આવશે. 17 ઓક્ટોબરે સમુદ્ર કિનારે પવન ફૂંકાશે. ના લીધે સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગે વરસાદ આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે