જાણવા જેવી માહિતી : 46 જેટલા DNA માંથી 23 માતાના અને 23 પિતાના બાળકમાં આવે છે

જાણવા જેવી માહિતી : 46 જેટલા DNA માંથી 23 માતાના અને 23 પિતાના બાળકમાં આવે છે
  • નેચર વર્સિસ નર્ચરનો કોયડો સાયકોલોજી ઉકેલી શક્યુ નથી પણ પ્રહલાદના દાખલાએ સાબિત કરી દીધું હતું કે બાળકને ગર્ભમાં મળેલું શિક્ષણ તેની સાથે આજીવન રહે છે
  • ચેમ્બરની લેડીઝ વિંગ દ્વારા ‘એજ્યુકેશન બિફોર બર્થ/એજ્યુકેટીંગ ધ અનબોર્ન’વિશે વેબિનાર યોજાયો

તેજશ મોદી/સુરત :ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની લેડીઝ વિંગ દ્વારા શુક્રવારે ‘એજ્યુકેશન બિફોર બર્થ એજ્યુકેટીંગ ધ અનબોર્ન’વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વક્તા તરીકે ૠતુ બાલધાએ ગર્ભ સંસ્કાર વિશે પ્રહલાદ, અભિમન્યુ, અષ્ટાવક્રા, લવ–કુશ, અલાર્ક, શિવાજી ધ ગ્રેટ, સ્વામી વિવેકાનંદ અને વિનોબા ભાવેનું ઉદાહરણ આપી મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

ગર્ભાવસ્થામાં માતાની હલચલ બાળક પર અસર કરે છે 
ૠતુ બાલધાએ જણાવ્યું હતું કે, વ્યકિતનો પોતાનો સ્વભાવ અને માતા–પિતા તરફથી આપવામાં આવેલા સંસ્કાર એટલે કે નેચર વર્સિસ નર્ચર વિશે આજકાલ ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે. માતા–પિતાના 46 જેટલા ડીએનએમાંથી ર૩ માતાના અને ર૩ પિતાના ડીએનએ બાળકમાં આવે છે. બાળકને ફિઝીકલ, મેન્ટલ, ઇન્ટેલેકચ્યુઅલ, ઇમોશનલ, સોશિયલ, કોગ્નીટિવ અને સ્પીરીચ્યુઅલ શિક્ષણ આપવાની જરૂર હોય છે. પેસીવ એજ્યુકેશનની સમજણ આપતા તેમણે જણાવ્યું કે, માતાને એજ્યુકેશન આપીએ એટલે બાળક માતાના ગર્ભમાંથી એ એજ્યુકેશનને મેળવી લેતું હોય છે. ગર્ભાવસ્થા (garbh sanskar) દરમ્યાન મિરર ન્યુરોન્સ એક્ટિવ થાય છે. આ સમયગાળા દરમ્યાન માતા જે જુએ છે, જે સાંભળે છે, જે બોલે છે અને અનુભવે છે એ બધી જ લાગણીનો બાળકને ગર્ભમાં અનુભવ થાય છે.

નેચર વર્સિસ નર્ચરનો કોયડો સાયકોલોજી ઉકેલી શક્યુ નથી
પ્રહલાદનો દાખલો આપતા તેમણે કહ્યું કે, તેમના માતા કયાદુ આધ્યાત્મિક હતા, પણ પિતા હિરણ્યકશ્યપ રાક્ષસ હોવાથી બાળક પણ રાક્ષસ થવો જોઇએ. જો કે, પ્રહલાદના કેસમાં એવું બન્યું નથી. કારણ કે, તેઓ જ્યારે માતાના ગર્ભમાં હતા, ત્યારે માતા ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ’નો મંત્રોચ્ચાર કરતા હતા. આથી તેમનું બાળક રાક્ષસ બનવાને બદલે ભગવાન વિષ્ણુના ભક્ત બન્યું હતું અને તેને જીવાડવા માટે ભગવાન વિષ્ણુને અવતાર લેવો પડ્યો હતો. નેચર વર્સિસ નર્ચરનો કોયડો સાયકોલોજી ઉકેલી શક્યુ નથી પણ પ્રહલાદના દાખલાએ સાબિત કરી દીધું હતું કે બાળકને ગર્ભમાં મળેલું શિક્ષણ તેની સાથે આજીવન રહે છે.

No description available.

જન્મ બાદના બાળકના સંસ્કાર જરૂરી છે 
શિવાજી વિશે તેમણે જણાવ્યું હતું કે, ગર્ભ સંસ્કાર એ નવ મહિના માટે હોય પણ ત્યાર બાદ પણ આજીવન માટે બાળકને સંસ્કાર આપવામાં આવે છે. મુઘલો જ્યારે પણ હુમલા કરતા હતા, ત્યારે યુદ્ધ વખતે પણ માતા જીજાબાઇ શિવાજી મહારાજની સાથે રહેતા હતા અને યુદ્ધની રણનીતિઓ બનાવતા હતા. એવી જ રીતે સ્વામી વિવેકાનંદ, લવ–કુશ અને વિનોબા ભાવેને જન્મ બાદ પણ માતા તરફથી ખૂબ જ સારા સંસ્કાર મળ્યા હતા. સૂર્ય નમસ્કાર કેમ કરવા જોઇએ?, પક્ષી–પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જોઇએ અને વડીલોનો આદર કેમ કરવો જોઇએ? વગેરે બાબતે વિવિધ સંસ્કારો અને સંસ્કૃત શ્લોકોનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે ગર્ભ સંવાદ વિશે પણ ચર્ચા કરી હતી. 

ચેમ્બરની લેડીઝ વિંગના ચેરપર્સન પૂનમ દેસાઇએ વેબિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે લેડીઝ વીંગના મેમ્બર મયુરી મેવાવાલાએ વકતાનો પરિચય આપ્યો હતો. અંતે લેડીઝ વીંગના મેમ્બર રૂપલ દલાલે સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન કર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news