હવે સુરતમાં જતા પહેલાં સાવધાન, નહીંતર સિવિલ હોસ્પિટલમાં લાગી છે દર્દીઓની લાંબી કતારો
હાલમાં ઉનાળાની ઋતુ શરુ થઇ ગયી છે. એક તરફ લોકો ગરમી અને બફરાનો અનુભવ કરી રહ્યા છે તેવામાં થોડા દિવસ પહેલા જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને માવઠું પડ્યું હતું. હાલમાં સવારે ઠંડી, બપોરે ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: હાલમાં માવઠું પડ્યું હતું અને વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઋતુ પરિવર્તન થવાના કારણે સુરતમાં વાયરલ ઇન્ફેકશનના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેકશનના દર્દીઓની લાંબી કતારો જોવા મળી હતી. સિવિલ હોસ્પિટલમાં હાલમાં રોજના 70 જેટલા કેસો વાયરલ ઇન્ફેકશનના સામે આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
હાલમાં ઉનાળાની ઋતુ શરુ થઇ ગયી છે. એક તરફ લોકો ગરમી અને બફરાનો અનુભવ કરી રહ્યા છે તેવામાં થોડા દિવસ પહેલા જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને માવઠું પડ્યું હતું. હાલમાં સવારે ઠંડી, બપોરે ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. ઋતુ પરિવર્તન થવાના કારણે સુરતમાં વાયરલ ઇન્ફેકશનના કેસોમાં વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેકશનના દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો હતો. શરદી, ખાસી, જેવા લક્ષણો વાળા દર્દીઓ સારવાર માટે આવતા હોવાની માહિતી મળી રહી છે. દર્દીઓની લાંબી કતારો સિવિલ હોસ્પિટલમાં જોવા મળી હતી.
સિવિલ હોસ્પિટલના સુપ્રીડેન્ટન્ટ ગણેશ ગોવરેકરે જણાવ્યું હતું કે ઋતુ બદલાઈ છે તેમજ હાલમાં માવઠું પણ પડ્યું હતું જેને લઈને વાયરલ ઇન્ફેકશનના કેસોમાં વધારો થઇ રહ્યો છે હાલમાં રોજના રોજના ૬૬ થી ૭૦ જેટલા કેસો રોજના સામે આવી રહ્યા છે. લોકો વાયરલ ઇન્ફ્કેશના કેસોથી બચવા માટે માસ્ક પહેરવું જોઈએ, ઠંડુ પાણી ન પીવું જોઈએ.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં શરદી, ખાસી, તાવ વગેરે લક્ષણો જોવા મળી રહ્યા છે. ડોક્ટરની સલાહ વિના લોકોએ એન્ટી બાયોટીક દવા લેવાનું ટાળવું જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે