ગુરુ-શિષ્યના સંબંધોને લાંછન લગાવતી ઘટના! નરાધમ શિક્ષકે યુવતી સાથે એક-બે વાર નહીં 4-4 વખત કર્યું ગંદું કામ!
ધોરણ 8 માં અભ્યાસ કરતી સગીર વિધાર્થિની સાથે શાળાની બિલ્ડિંગમાં ધાક ધમકી આપી નરાધમ શિક્ષકે દુષ્કર્મ આચરતાં આરોપી શિક્ષક વિરુદ્ધ પોરબંદર જિલ્લામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Trending Photos
અજય શીલુ/પોરબંદર: પોરબંદર જિલ્લાના મંડેર ગામે શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. સરકારી પ્રાથમિક શાળાના નરાધમ શિક્ષકે સગીર વયની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરતાં આ શિક્ષકની પોલીસે ધરપકડ કરી છે.
ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધોને લાંછન લગાવતી ઘટના સામે આવી છે. પોરબંદર જિલ્લાના મંડેર ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો વિપુલ ગોહેલ નામના નરાધમ શિક્ષકે શાળામા અભ્યાસ કરતી 12 વર્ષ 10 મહિના અને 20 દિવસની સગીર દીકરી સાથે એક વખત નહીં પરંતુ ચાર વખત દુષ્કર્મ અને અડપલા કરતા આરોપી શિક્ષક વિરુદ્ધ માધવપુર પોલીસે પોસ્કો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને પકડી પાડ્યો છે.
ધોરણ 8 માં અભ્યાસ કરતી સગીર વિધાર્થિની સાથે શાળાની બિલ્ડિંગમાં ધાક ધમકી આપી નરાધમ શિક્ષકે દુષ્કર્મ આચરતાં આરોપી શિક્ષક વિરુદ્ધ પોરબંદર જિલ્લામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માધવપુર પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી મેડીકલ ચેકઅપ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શિક્ષણ જગતને શર્મસાર કરનાર આ કિસ્સાને કારણે આરોપી શિક્ષક વિરુદ્ધ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શિક્ષક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. ત્યારે હાલ તો પોલીસે આરોપી શિક્ષક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે