મુખ્યમંત્રીના ગૃહનગરમાં જ સરકારી આદેશનો ઉલાળીયો, ટેસ્ટિંગ વધવાના બદલે ઘટાડી દેવાયા

એક તરફ રાજકોટમાં કોરોના પોઝિટિવ આંક વધી રહ્યો છે. સતત વધી રહેલા કેસોના પગલે મુખ્યપ્રધાને આરોગ્યની ટીમ સાથે રાજકોટમાં રિવ્યું બેઠક લીધી અને આ બેઠકમાં ટેસ્ટીંગે વધારવા માટે આદેશ આપવામાં આવ્યો. જો કે મુખ્યપ્રધાનનાં આદેશ રાજકોટનાં વહીવટી વિભાગને ઘોળીને પી ગયા હોય તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. છેલ્લા એક અઠવાડીયાથી જે ટેસ્ટીંગ કરવામાં આવ્યા તેને બમણા કરવાનાં બદલે ઘટાડવામાં આવ્યા છે. 
મુખ્યમંત્રીના ગૃહનગરમાં જ સરકારી આદેશનો ઉલાળીયો, ટેસ્ટિંગ વધવાના બદલે ઘટાડી દેવાયા

રાજકોટ : એક તરફ રાજકોટમાં કોરોના પોઝિટિવ આંક વધી રહ્યો છે. સતત વધી રહેલા કેસોના પગલે મુખ્યપ્રધાને આરોગ્યની ટીમ સાથે રાજકોટમાં રિવ્યું બેઠક લીધી અને આ બેઠકમાં ટેસ્ટીંગે વધારવા માટે આદેશ આપવામાં આવ્યો. જો કે મુખ્યપ્રધાનનાં આદેશ રાજકોટનાં વહીવટી વિભાગને ઘોળીને પી ગયા હોય તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. છેલ્લા એક અઠવાડીયાથી જે ટેસ્ટીંગ કરવામાં આવ્યા તેને બમણા કરવાનાં બદલે ઘટાડવામાં આવ્યા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યપ્રધાને સુચના આપી તે દિવસે આરોગ્ય વિભાગે સપ્તાહનાં એવરેજ ટેસ્ટીંગ કરતા અડધા ટેસ્ટીંગ કર્યા હતા. વિરોક્ષ પક્ષે તંત્ર દ્વારા મુખ્યપ્રધાનના હોમ ટાઉનમાં કેસ ઓછા દેખાડવા માટે આંકડાઓની માયાજાળ રચવામાં આવતી હોવાનાં આરોપો પણ જાગૃત નાગરિકો કરી રહ્યા છે. 

મહત્વનું છે કે, અગાઉ મોતનો આંકડાઓમાં પણ વિસંગતતા જોવા મળી હતી. હવે ટેસ્ટીંગની સાઇઝ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. અત્યાર સુધી શહેરમાં એવરેજ 50થી 55 પોઝિટિવ કેસ સામે આવે છે. જેનાથી કેસ વધતા નથી ત્યારે ટેસ્ટીંગ અને પોઝિટિવ દર્દીઓની સંખ્યાને પણ લઇને જરૂરથી સવાલો ઉઠી રહ્યા છે. હવે એ પણ જોવાનું રહેશે કે, ટેસ્ટિંગ વધારવાથી રાજકોટમાં પોઝિટિવ કેસની સંખ્યા બમણી થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news