રાજકોટમાં ટ્રિપલ તલાક બાદ પત્નીને તરછોડનાર પતિ વિરુદ્ધ કેસ દાખલ

તલ્લાક...તલ્લાક...તલ્લાક... આવું મૌખિક કહી છૂટાછેડા લેવા ગુનો બને છે

રાજકોટમાં ટ્રિપલ તલાક બાદ પત્નીને તરછોડનાર પતિ વિરુદ્ધ કેસ દાખલ

રક્ષીત પંડ્યા/રાજકોટ: તલ્લાક...તલ્લાક...તલ્લાક... આવું મૌખિક કહી છૂટાછેડા લેવા ગુનો બને છે. ત્યારે આવા જ એક કિસ્સામાં બે મહિના પહેલા પત્નીને મૌખિક ત્રિપલ તલ્લાક કહેનાર પતિ સામે ખાધા ખોરાકીનો કેસ કરનાર પરિણીતાને કેસ પાછો ખેંચી લેવા ધમકી આપતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. જો કે આરોપી લાજવાનાં બદલે ગાજવા લાગ્યો હતો. ફરિયાદ દાખલ કરનારી પત્નીને પહેલા સગા સંબંધીઓ દ્વારા ધમકાવવા લાગ્યો હતો. જો કે તેમાં સફળતા નહી મળતા પોતે જ રાત્રે જઇને પોતાની પત્નીને ધમકાવવા લાગ્યો હતો અને કેસ પરત ખેંચી લેવા માટે દબાણ કરવા લાગ્યો હતો. જે અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી હતી.

રાજકોટમાં લુખ્ખા તત્વોની ખેર નહી: હોટલમાં તોડફોડ કરનાર સદ્દામનું સરઘસ કઢાયું
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર રાજકોટ ના જંગલેશ્વર વિસ્તારમાં આવેલ વેલનાથ ચોકમાં માવતરના ઘરે રહેતી સલમા નામની પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ , તેના લગ્ન બાબરિયા કોલોનીમાં રહેતા અલ્તાફ ઇસ્માઇલભાઇ નકાણી સાથે થયા છે. લગ્નના થોડા સમય બાદ જ પતિ અને સાસરિયાઓએ હેરાન કરવાનું શરૂ કર્યું હતું. બાદમાં બે મહિના પહેલા પતિ અલ્તાફે મૌખિક ત્રિપલ તલ્લાક કરી તરછોડી દેતા તે માતા-પિતાને ત્યાં રહેવા જતી રહી હતી. 

કચ્છના ફતેહગઢમાં અચાનક એલિયન જેવું બલુન આવી પટકાયું અને પછી...
પતિએ તરછોડી દીધા બાદ માતા-પિતાના ઘરે જતી રહેલી મહિલાએ પતિ અલ્તાફ સામે કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો હતો. જે કેસ હાલ રાજકોટની અદાલતમાં ચાલુ છે. દરમિયાન ગત 15ની મોડી રાતે બે વાગ્યાના અરસામાં પતિ અલ્તાફ ઘરે આવ્યો હતો. અને કેસ પાછો ખેંચી લેવાના મુદ્દે ઝઘડો શરૂ કર્યો હતો. જે મામલે ભક્તિનગર પોલીસે અરજીના આધારે ત્રિપલ તલાક આપનાર પતિ વિરુદ્ધ  ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news