લોકસભા ચૂંટણી 2019 પરિણામ: ફરી એકવાર વલસાડ બેઠક પર મોદી લહેર
લોકસભા ચૂંટણી 2019ની મતગણતરીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપ લીડ સાથે આગળ વધી રહ્યું છે. ત્યારે વલસાડ બેઠક પર એક પણ પક્ષની પરંપરાગત બેઠક રહી નથી, અહીં વારંવાર ઉમેદવારો બદલાતા રહ્યાં છે.
Trending Photos
વલસાડ: લોકસભા ચૂંટણી 2019ની મતગણતરીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપ લીડ સાથે આગળ વધી રહ્યું છે. ત્યારે વલસાડ બેઠક પર એક પણ પક્ષની પરંપરાગત બેઠક રહી નથી, અહીં વારંવાર ઉમેદવારો બદલાતા રહ્યાં છે. ત્યારે હાલ ભાજપના ઉમેદવાર ડો. કે.સી. પટેલ 566439 મત સાથે આગળ છે, જ્યારે કોંગ્રેસ ઉમેદવાર જીતુભાઇ ચૌધરી 284033 મત સાથે પાછળ રહેતા ભાજપ ઉમેદવાર 282406 મતની લીડ સાથે આગળ રહ્યાં છે. જો કે, 2014માં ભાજપના ઉમેદવારની અહીં જીત થઇ હતી. ત્યારે આ વખતનો ટ્રેન્ડ જોતા એવું લાગી રહ્યું છે કે ભાજપ ફરી આ બેઠક પર પોતાનો હક જમાવશે.
વલસાડ બેઠક પર 1962થી 2014 સુધી ચોક્કસ અને સતત કોઈ એક પક્ષનું પ્રભુત્વ જોવા મળ્યું નથી. જોકે, કોંગ્રેસે આ બેઠક પર સૌથી વધુ 8 વખત વિજય મેળવ્યો છે. 1996માં પ્રથમ વખત ભાજપે આ બેઠક પર વિજય મેળવ્યો હતો અને અત્યાર સુધી ભાજપે ચાર વખત આ બેઠક જીતી છે. 21મી સદીની વાત કરીએ તો 2004 અને 2009માં આ બેઠક પર કોંગ્રેસના કિશન વી. પટેલનો વિજય થયો હતો. વર્ષ 2014ની છેલ્લી ચૂંટણીમાં મોદી લહેરમાં ભાજપના ડો. કે.સી. પટેલે કોંગ્રેસ પાસેથી આ બેઠક આંચકી હતી. તો ગત વર્ષની જેમ આ વર્ષે પણ વલસાડ બેઠક પર મોદી લહેર યથાવત રહેતા કોંગ્રેસને હાથ ધોવાનો વારો આવ્યો છે.
O.S.N. | Candidate | Party | EVM Votes | Postal Votes | Total Votes | % of Votes |
1 | KISHORBHAI RAMANBHAI PATEL (Rajubhai) | BSP | 10636 | 0 | 10636 | 1.19 |
2 | CHAUDHARI JITUBHAI HARJIBHAI | INC | 284033 | 0 | 284033 | 31.66 |
3 | Dr.K.C.PATEL | BJP | 566439 | 0 | 566439 | 63.13 |
4 | PATEL NARESHBHAI BABUBHAI | SVPP | 4778 | 0 | 4778 | 0.53 |
5 | PATEL PANKAJBHAI LALLUBHAI | BTP | 6284 | 0 | 6284 | 0.7 |
6 | BABUBHAI CHHAGANBHAI TALAVIYA | BMUP | 1743 | 0 | 1743 | 0.19 |
7 | GAURANGBHAI RAMESHBHAI PATEL | IND | 1930 | 0 | 1930 | 0.22 |
8 | GANVIT JAYENDRABHAI LAXMANBHAI | IND | 3770 | 0 | 3770 | 0.42 |
9 | PATEL UMESHBHAI MAGANBHAI | IND | 4912 | 0 | 4912 | 0.55 |
10 | NOTA | NOTA | 12739 | 0 | 12739 | 1.42 |
Total | 897264 | 0 | 897264 |
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે