ગુજરાતમાં કોરોના નામનો રાક્ષસ લઈ રહ્યો છે વિકરાળ રૂપ, આજના કેસનો આંકડો છે ડરામણો, જાણો વિગતે
ગુજરાતમાં ફરી એકવાર કોરોના નામનો રાક્ષસ બિલ્લી પગે ઘર કરી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં ચિંતાજનક રીતે કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આજે કોરોના વાયરસના નવા 30 કેસ નોધાયા છે. આ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 136 પર પહોંચી ગઈ છે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યમાં થોડા સમયથી શાંત થયેલા કોરોના કેસમાં ફરી વધારો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં હોળી ધુળેટીના તહેવારોનો મણેલી મજા મોંઘી પડતી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં ફરી કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે તો લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં ફરી એકવાર કોરોના નામનો રાક્ષસ બિલ્લી પગે ઘર કરી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં ચિંતાજનક રીતે કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આજે કોરોના વાયરસના નવા 30 કેસ નોધાયા છે. આ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 136 પર પહોંચી ગઈ છે. પરંતુ દુર્ભાગ્યવશ સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના નવા 12 કેસ નોંધાયા છે. જ્યારે અમરેલીમાં છ કેસ. વડોદરા, રાજકોટ અને સુરત કોર્પોરેશન વિસ્તારમાં 2-2-2 કેસ નોંધાયા છે.
મહત્વનું છે કે, રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 30 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 6 દર્દીઓએ કોરોનાને હરાવી ઘરે પહોંચ્યા છે. જ્યારે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 136 હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે. સામે પક્ષે રાજ્યમાં 2 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓની વેન્ટિલેટર પર રાખી સારવાર ચાલી રહી છે.
નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 12 નવા કેસ નોંધાતા તંત્રમાં હડકંપ મચી ગયો છે. તો અમરેલીમાં 6 નવા કેસ નોંધાયા છે. વધુમાં રાજકોટ કોર્પો.માં 2 નવા કેસ, સુરત શહેરમાં 2 નવા કોરોના કેસ અને વડોદરા શહેરમાં 2 નવા કેસ નોંધાયા છે. તો ગાંધીનગરમાં 1, જુનાગઢમાં 1 ,પોરબંદર, રાજકોટ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં તથા મહેસાણામાં 1 કેસ નોંધાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે