CAA મુદ્દે ગુજરાતમાં સળગેલા આંદોલનોને શાંત કરવા આજે ભાજપનું મહાઆયોજન, 62 રેલી નીકળશે
સીએએ અને એનસીઆર (citizenship amendment act) મુદ્દે દેશભરમાં વાતાવરણ તંગ બન્યું છે. ત્યારે આજે ગુજરાતભરમાં CAAના સમર્થનમાં ભાજપ (BJP) ની નાગરિક સમિતિઓની રેલી નીકળશે. ગુજરાતના અલગ અલગ શહેરો અને ગામડાઓમાં આ રેલી નીકલશે. જેમાં ભાજપના નેતાઓ પણ રેલીમાં જોડાશે. અમદાવાદમાં મુખ્યમંત્રી રૂપાણી અને ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર રહેશે. તો વડોદરામાં જીતુ વાઘાણી અને મહેસાણામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજરી આપશે. આમ, 62 રેલીમાં 62 આગેવાનો હાજર રહેશે. તમામ જિલ્લા મથકો ઉપર CAAના સમર્થનમાં કાર્યક્રમ યોજાશે.
Trending Photos
બ્રિજેશ દોશી/ગાંધીનગર :સીએએ અને એનસીઆર (citizenship amendment act) મુદ્દે દેશભરમાં વાતાવરણ તંગ બન્યું છે. ત્યારે આજે ગુજરાતભરમાં CAAના સમર્થનમાં ભાજપ (BJP) ની નાગરિક સમિતિઓની રેલી નીકળશે. ગુજરાતના અલગ અલગ શહેરો અને ગામડાઓમાં આ રેલી નીકલશે. જેમાં ભાજપના નેતાઓ પણ રેલીમાં જોડાશે. અમદાવાદમાં મુખ્યમંત્રી રૂપાણી અને ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર રહેશે. તો વડોદરામાં જીતુ વાઘાણી અને મહેસાણામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજરી આપશે. આમ, 62 રેલીમાં 62 આગેવાનો હાજર રહેશે. તમામ જિલ્લા મથકો ઉપર CAAના સમર્થનમાં કાર્યક્રમ યોજાશે.
UNએ ગુજરાત પર તીડનો ખતરો હોવાની ચેતવણી આપી હતી, પણ સરકાર ઊંઘતી ઝડપાઈ
નાગરિકતા કાયદાના સમર્થનમાં આજે નાગરિક સમિતિઓની રેલીમાં આ કાયદો શું છે તે વિશે લોકોને સમજાવવાના પ્રયાસો કરાશે. CAAના વિરુદ્ધમાં રાજ્યમાં ગત એક સપ્તાહથી ચાલી રહેલા આંદોલનોને શાંત કરવા માટે રેલી યોજવાનું આયોજન ભાજપ દ્વારા કરાયું છે. ભાજપની રવિવારે યોજાયેલી બેઠકમાં CAA સંદર્ભે નાગરિકો સામે સત્ય હકીકત રજૂ કરવા રાજ્યવ્યાપી કાર્યક્રમો યોજવાનું પ્લાનિંગ કરાયું હતું, જે અંતર્ગત આ રેલી યોજાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, નાગરિકતા કાયદો અને એનસીઆરના મુદ્દે સમગ્ર દેશમાં બાળેલા અગ્નિ જેવી સ્થિતિ છે.
નાગરિકતા સંશોધન કાયદાને લઇને ભાજપની રણનીતિ પ્રમાણે આજે મંગળવારે દરેક જિલ્લા મથકો પર નાગરિક સમિતિઓ દ્વારા રેલી યોજાશે. નાગરીકતા સંશોધન કાયદા સામે થયેલા વિરોધ બાદ તમામ રાજ્યોમાં ભાજપે જનજાગૃતિ લાવવા કવાયત શરૂ કરી છે. જે અંતર્ગત નાગરિક સમિતિઓના માધ્યમથી દરેક જિલ્લા મથકો પર રેલીનું આયોજન થયું છે, જેમાં શહેરના પ્રબુદ્ધ નાગરીકો, નિવૃત અધિકારીઓ, રાજકીય આગેવાનો જોડાશે અને આ કાયદાની હકારાત્મક પાસાઓને લઇને રજૂઆત કરશે. નાગરિકતા સંશોધન કાયદો નાગરિકોના હિતમાં હોવાની વાત કરાશે. નાગરિકતા સંશોધન કાયદાથી ભારતના કોઇપણ નાગરિકને કોઇ જ અસર નહિ થાય. કેન્દ્રની મોદી સરકારનો આ કાયદો પડોશી દેશોમાંથી આવેલા શરણાર્થીઓ પર લાગુ થશે, ભારતના નાગરિકો પર નહિ. આ કાયદાને લઇને જે પણ ગેરસમજો ફેલાવવામાં આવી છે તે દૂર થાય તે માટે આ જનજાગૃતિ અભિયાન જરુરી હોવાનો દાવો ભાજપ પ્રમુખ જીતુ વાધાણીએ કર્યો હતો. તમામ જિલ્લા મથકો પર યોજાનારી રેલીઓમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, સરકારના મંત્રીઓ અને સંગઠનના પદાધિકારીઓ મળીને કુલ 62 થી વધુ આગેવાનો હાજર રહેશે. આ રેલીઓના માધ્યમથી ભાજપ CAA ના સમર્થનમાં માહોલ બનાવીને લોકોને સાચી વાત પહોંચાડવાનો પ્રયાસ કરશે.
- અમદાવાદ
મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, આઇ કે જાડેજા
- વડોદરા
ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ
- મહેસાણા
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રવક્તા ભરત પંડ્યા
- ખેડા
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
- ગાંધીનગર
મહામંત્રી ભીખુભાઇ દલસાણિયા
- સુરત
વનમંત્રી ગણપતસિંહ વસાવા, મહામંત્રી ભરતસિંહ પરમાર
આણંદ નાગરિક સમિતિ દ્વારા આજે નાગરિકતા કાયદાના સમર્થનમાં પહેલા બે કલાકના ધરણા અને ત્યારે બાદ વિશાળ રેલી નીકળશે. આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝાડફિયા અને મંત્રી યોગેશ પટેલ હાજર રહે. કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો, સાધુ સંતો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાશે. વડોદરામાં નાગરિકતા કાયદાના સમર્થનમાં આજે ભવ્ય રેલી નીકળશે. સાંજે 4 વાગે કીર્તિ સ્તંભથી રેલી નીકળશે. વિશાળ રાષ્ટ્રધ્વજ, બેનર, પોસ્ટર સાથે લોકો રેલીમાં જોડાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે