રાજ્યમાં જુદા-જુદા ત્રણ રોડ અકસ્માત સર્જાયા, ચાર લોકોના થયા મોત

રાજ્યમાં તહેવારો દરમિયાન અકસ્માતો જોવા મળ્યા છે. વડોદરા, જૂનાગઢ અને સાબરકાંઠા જિલ્લામાં થયેલા અકસ્માતોમાં ચાર જેટલા લોકોના મોત થયા છે. 

રાજ્યમાં જુદા-જુદા ત્રણ રોડ અકસ્માત સર્જાયા, ચાર લોકોના થયા મોત

ઝી બ્યૂરો અમદાવાદઃ ગુજરાતમાં આજે જુદી-જુદી જગ્યાએ અકસ્માતની ચાર ઘટના જોવા મળી છે, જેમાં ચાર લોકોના મોત થયા છે. વડોદરાના ગોત્રીમાં અકસ્માતમાં એકનું મોત થયું છે. તો જૂનાગઢના માળિયામાં થયેલા અકસ્માતમાં બે મિત્રોના મોત થયા છે. તો હિંમતનગરમાં થયેલા અકસ્માતમાં પણ એક વ્યક્તિનું મોત થયું છે. આ અકસ્માતોમાં ત્રણ જેટલા લોકોને ઈજા પણ પહોંચી છે. 

વડોદરાના ગોત્રીમાં એક્ટિવા ચાલકનું મોત
વડોદરામાં પ્રિયા સિનેમા-સેવાસી કેનાલ રોડ પર અકસ્માત સર્જાયો હતો. અહીં એક કાર ડિવાઇડર કુદીને સામેના રોડ પર પસાર થતાં એક્ટિવા સાથે અથડાઈ હતી. જેમાં ઝોમેટોમાં નોકરી કરતા યુવકનું સ્થળ પર મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ પહોંચી હતી. કાર ચાલક અકસ્માત બાદ સ્થળ પરથી નાશી છૂટ્યો હતો. 

માળિયા હાટીના પાસે બાઈક-કારનો અકસ્માત
રાજ્યમાં જૂનાગઢના માળિયા હાટીના તાલુકાના વીરડી ગામ પાસે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બે મિત્રોના મોત થયા હતા. અમરાપુર ગીર ગામના સાગર મકવાણા (ઉંમર 25 વર્ષ) અને રાહુલ વાઢિયા (ઉંમર 25 વર્ષ) બાઈક પર જતા હતા ત્યારે કાર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. બંને યુવકોના સ્થળ પર મોત થયા હતા. 

સાબરકાંઠા જિલ્લામાં અકસ્માત સર્જાયો
તો હિંમતનગરના ધાણધા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક બાઇક ચાલકનું મોત થયું છે, જ્યારે બેને ગંભીર ઈજા પહોંચી છે. અહીં બે બાઈકો સામ-સામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈન્દ્રનગરના એક યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે ઈજાગ્રસ્ત બે યુવકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news