વડોદરા M.S યુનિ. કર્મચારી પર્સનલ વસ્તુની એવી જગ્યાએ ઘૂસી ગયો સાપ કે કાઢતા કલાકો થયા
શહેરમાં M.S યુનિ. કર્મચારીની એવી જગ્યાએ ઘુસી ગયો સાપ કે કાઢતા કલાકો થયાવડોદરા શહેરમાં એક ખુબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. વડોદરાની એમ.એસ યુનિવર્સિટીના પાર્કિગમાં પડેલી એક એક્ટિવામાં સાપ ઘુસી ગયો હતો. જો કે સાપ એક્ટિવાની અંદર ફસાઇ ગયો હોવાથી સ્પેર પાર્ટ્સ ખોલીને સાપને બહાર કાઢવામાં આવ્યો હતો. જો કે વડોદરાની એમ.એસ યુનિવર્સિટીના એક કર્મચારીના એક્ટિવા અંદર સાપ ઘુસી ગયો હતો. કર્મચારીનો સાપ જોતા જ તે ચોંકી ઉઠ્યો હતો. જો કે સાપ એક્ટિવામાં ફસાઇ ગયો હોવાનાં કારણે તેને કાઢવામાં અનેક સ્પેર પાર્ટ્સ ખોલવા પડ્યાં હતા.
Trending Photos
વડોદરા : શહેરમાં M.S યુનિ. કર્મચારીની એવી જગ્યાએ ઘુસી ગયો સાપ કે કાઢતા કલાકો થયાવડોદરા શહેરમાં એક ખુબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. વડોદરાની એમ.એસ યુનિવર્સિટીના પાર્કિગમાં પડેલી એક એક્ટિવામાં સાપ ઘુસી ગયો હતો. જો કે સાપ એક્ટિવાની અંદર ફસાઇ ગયો હોવાથી સ્પેર પાર્ટ્સ ખોલીને સાપને બહાર કાઢવામાં આવ્યો હતો. જો કે વડોદરાની એમ.એસ યુનિવર્સિટીના એક કર્મચારીના એક્ટિવા અંદર સાપ ઘુસી ગયો હતો. કર્મચારીનો સાપ જોતા જ તે ચોંકી ઉઠ્યો હતો. જો કે સાપ એક્ટિવામાં ફસાઇ ગયો હોવાનાં કારણે તેને કાઢવામાં અનેક સ્પેર પાર્ટ્સ ખોલવા પડ્યાં હતા.
જો કે કર્મચારીએ જીવદયા પ્રેમી એક સંસ્થાને ફોન કરતા તેઓ તત્કાલ પહોંચી ગયા હતા. એક્ટિવામાં સાપ ઘુસી ગયો હોવાની ખબર પડતા જ આસપાસ લોકોના ટોળા એકત્રીત થવા લાગ્યા હતા. જીવદયા પ્રેમી સંસ્થાના સભ્યોએ એક્ટિવાનાં અનેક સ્પેરપાર્ટ્સ કાઢીને સાપને રેસક્યું કર્યો હતો. તેમના દ્વારા સાપને પકડીને સુરક્ષીત સ્થળે છોડી દેવાયો હતો. જો કે આ કામગીરી માં જીવદયા પ્રેમીઓને એક કલાક જેટલો લાંબો સમય લાગ્યો હતો. એક ગેરેજ મિકેનીકની મદદ પણ લેવી પડી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઠંડીની સિઝન હોવાનાં કારણે સાપ ગરમી મેળવવા માટે વિવિધ ગાડીઓનાં એન્જિન કે એવી જગ્યાએ ઘુસી જતા હોય છે જ્યાં તેમને પ્રમાણસર ગરમી મળી રહે. જો કે આ ગરમી મેળવવા માટે તેઓ ઉભી રહેલી ગાડીમાં ઘુસી જતા હોય છે. જો કે જ્યારે ગાડી ચાલુ થાય ત્યારે ગાડીનું એન્જિન વધારે ગરમ થવાથી સાપ બહાર નિકળવા માટે ગમે તે ખુણે ઘુસી જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે