આવા ઠગબાજોથી ચેતજો! અમદાવાદમાં અમેરિકા રહેતા વ્યક્તિની જાણ બહાર વેંચી નાંખી પ્રોપર્ટી
સમગ્ર મામલાની વાત કરીએ તો વાડજમાં હરિદાસ કોલોનીમાં આવેલા મકાનના આરોપીએ બોગસ ડોક્યુમેન્ટ બનાવીને વેચાણ કરાર કરી દીધું. આ મકાન ઉત્પલ અમીનનું હતુ. પરંતુ આ પરિવાર અમેરિકા સ્થાયી થયો હતો.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: વાડજમાં ખોટા દસ્તાવેજો બનાવીને મિલકત પડાવવાનો પર્દાફાશ પોલીસે કર્યો છે. પોલીસે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી લીધી છે. આરોપીએ બનાવટી ડોક્યુમેન્ટ બનાવીને કરોડોની મિલકત પડાવવાનું કાવતરું રચ્યું હતું. કોણ છે આ ઠગ? પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ ઈમરાન મેમણ છે. જેણે બનાવટી દસ્તાવેજોના આધારે કરોડોની મિલકતની 3 વખત વેચાણ કરીને કાવતરું રચ્યું.
સમગ્ર મામલાની વાત કરીએ તો વાડજમાં હરિદાસ કોલોનીમાં આવેલા મકાનના આરોપીએ બોગસ ડોક્યુમેન્ટ બનાવીને વેચાણ કરાર કરી દીધું. આ મકાન ઉત્પલ અમીનનું હતુ. પરંતુ આ પરિવાર અમેરિકા સ્થાયી થયો હતો. ત્યારે ઈન્દ્રજીત રાવલ નામના વ્યક્તિને ભાડે રહેવા આવ્યો હતો. ઇન્દ્રજીત અને ઈમરાન મેમણ મિત્રો હતા, તેમણે આ મકાન પડાવવા માટે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા. ઈન્દ્રજીતે આ મકાન ઈમરાનને વેચાણ કર્યુ. જ્યારે ઈમરાનને મનોજ શાહ નામના વ્યકિતને વેચાણ કર્યુ. આ પ્રકારે ખોટા વેચાણ કરાર બનાવીને મકાનને પડાવવાના કાવતરામાં પોલીસે ઈમરાનની ધરપકડ કરી તપાસ શરૂ કરી.
પકડાયેલ આરોપી ઈમરાન મેમણ છેતરપિંડીનો માસ્ટર માઈન્ડ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ મકાન ઉપરાંત પણ તેની વિરુદ્ધ અનેક અરજી ઓ થઈ હોવાનું ખુલ્યુ છે. એટલું જ નહિ તેનો ભાગીદાર ઈન્દ્રજીત રાવલ નુ થોડા સમય પહેલા જ અવસાન થયુ છે. જ્યારે અન્ય આરોપી મનોજ શાહને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ત્રિપુટી એ મકાન પડાવવાના ષડયંત્રમાં અન્ય કેટલા લોકો સાથે ઠગાઈ કરી છે. આ ઉપરાંત અન્ય કોઈ વ્યકિત સંડોવાયેલા છે કે નહિ તે મુદ્દે તપાસ શરૂ કરી છે.
1956માં મિલકતના પ્રથમ માલિક ભોગીલાલ અને મોહનભાઈ હતા. તેમણે આ મકાન ઉત્પલના પિતા સુરેન્દ્રભાઈ અને કાકા વિનોદભાઈને વેચાણ કર્યુ હતું. પરંતુ તેમના અવસાન બાદ મકાનના માલિક તેમના પત્ની સુલોચનાબહેન બન્યા હતા. પરંતુ આ ત્રિપુટીએ પરિવાર અમેરિકા જતો રહેતા આ ષડયંત્ર આચરીને કૌભાંડ આચર્યું હોવાનું ખુલ્યુ છે. હાલમાં વાડજ પોલીસે આરોપીની ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ મેળવીને તપાસ શરૂ કરી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે