કડીમાં નર્સ જ કરી રહી છે દર્દીઓનાં જીવન સાથે ચેડા, કિસ્સો વાંચી થથરી જશો
Trending Photos
મહેસાણા : સમગ્ર ગુજરાતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. કોઇ પણ જિલ્લો બાકી નથી કે જ્યાં કોરોનાનો કેસ ન નોંધાયો હોય.. તેવામાં કોરોનાની સારવારમાં ખુબ જ કારગત ગણાતા રેમડેસિવીર ઇન્જેક્શનની કાળા બજારીની ફરિયાદો ખુબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. તેવામાં જિલ્લાનાં કડી તાલુકાની એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી નર્સ પાસેથી એક્સપાયર થયેલા ત્રણ રેમડેસિવીર ઇન્જેક્શન મળી આવ્યા છે. આ ઇન્જેક્શન નર્સ 15 હજાર રૂપિયામાં વેચતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ દ્વારા નર્સની અટકાયત કરીને વધારે તપાસ હાથ ધરવામાં આવી છે.
કડીની રિધમ હોસ્પિટલમાં શરૂ થયેલા કોવિડ સેન્ટરમાં ફરજ બજાવતી નર્સ ગુડ્ડી રાજપુતના ઘરે દરોડો પાડીને પોલીસે ત્રણ રેમડેસિવીર ઇન્જેક્શન જપ્ત કર્યા છે. પોલીસ તપાસમાં આ ઇન્જેક્શન એક્સપાયર થયેલા હોવાનું સામે આવ્યું છે. આ બાબતી જાણ મહિલાને પણ હતી. જો કે તેણે સ્ટીકર પર બીજું સ્ટીકર ચોંટાડ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે હાલ તો ગુડ્ડી રાજપુતની અટકાયત કરીને આગળની તપાસ આદરી છે.
અત્રે નોંધનીય છે કે, કોઇ પણ દવા ચોક્કસ તારીખ સુધી જ અસરકારક હોય છે. ત્યાર બાદ તે એક્સપાયર થઇ જતી હોય છે. જો કે હાલનાં કોરોના કાળમાં કેટલાક ડોક્ટર્સ અને નર્સ માટે કમાવાની સિઝન આવી હોય તેવું લાગી રહ્યું છે. જેના કારણે અનેક દવાઓની કાળાબજારી ચાલી રહી છે. હવે આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે