હાઈવે મોતની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો! અમદાવાદમાં જયપુર જેવો ભયાનક અકસ્માત! 4 વાહનોમાં બ્લાસ્ટ, 2નાં મોત
અમદાવાદમાં બાવળા-બગોદરા હાઈવેથી એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. બાવળા-બગોદરા હાઇવે પર ભમાસરા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. બગોદરાથી બાવળા તરફ જતા કાપડના ટ્રકનું ટાયર ફાટતા બાવળા તરફથી બગોદરા તરફ જતા ટ્રક સાથે અથડાઈ હતી.
Trending Photos
Ahmedabad News: રાજ્યમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે, ત્યારે અમદાવાદમાં જયપુર જેવો અકસ્માત થયો છે. જી હા...બેકાબૂ ટ્રક સામે રોંગ સાઈડમાં ઘુસતા ત્રણ વાહનો સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં કાપડનો સામાન હોવાથી ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં 2 વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા છે અને અને ત્રણ વ્યક્તિ ઘાયલ થયા હતા. અકસ્માત બાદ વાહનોમાં આગ ફાટી નીકળી હતી જેમાં ત્રણ આઈસર ટ્રક બળીને ખાખ થઇ ગઇ હતી. ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક સામે ઘુસ્યું હોવાનું ખૂલ્યું છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના બાવળા બગોદરા પાસે ભયાનક અક્સ્માત સર્જાયો છે. ગઈ મોડી રાત્રે એક વાગ્યાના આસપાસ બાવળા બગોદરા હાઈવે પર ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વાહનમાં કાપડ ભરેલું હોય તેમાં આગ લાગતા બે વ્યક્તિ વાહનમાં ફસાઈ જવાથી મોત થયા હતા. આ ઘટનામાં બગોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. અકસ્માતમાં બગોદરા તરફથી બાવળા તરફ જતા ટ્રક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા આ અકસ્માત થયો છે. જેમાં ડિવાઈડરની બીજી બાજુ કૂદી બાવળા તરફથી ચોખા ભરી રાજકોટ જતા બે આઇસર સાથે અથડાયું હતું.
ચાર મોટા વાહનમાં અક્સ્માત થતા ભીષણ આગ પણ લાગી હતી. ફાયર વિભાગ અને 108ની ટીમો ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઇજાગ્રસ્તોને 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. મોડી રાત્રે અકસ્માત સર્જાતા થોડીવાર ટ્રાફિક જામ થયો હતો. અકસ્માત સર્જનાર આઇસર ચાલક પેપર રોલ ભરીને જતો હોવાની માહિતી મળી રહી છે. આઇસર સીએનજી હોવાથી તુરંત આગની ઝપેટમાં આવ્યું હતું. જ્યારે અન્ય બે આઇસર ટ્રકમાં ચોખા ભર્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે