મુખ્યમંત્રીએ જામનગરમાં દિગ્ગજ કોંગ્રેસી નેતાને કીધું, આવી જાવને અમારી સાથે અને...

શહેરમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં વધારે એક કોંગ્રેસી ધારાસભ્યે ભાજપનાં નેતાઓ સાથે જોવા મળ્યા હતા. આ ધારાસભ્યને તો મુખ્યમંત્રીએ પોતે પોતાની સાથે ગાડીમાં આવીને બેસી જવાની અપીલ કરી હતી. અમદાવાદની દાણીલીમડા બેઠકના કોંગ્રેસી ધારાસભ્ય શૈલેષ પરમાર જામનગરમાં મુખ્યમંત્રી સહિતના ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા હતા. કાર્યક્રમમાં જતા સમયે મુખ્યમંત્રીએ શૈલેષ પરમારને જણાવ્યું કે, તમારી મારી સાથે આવવું હોય તો ગાડીમાં બેસી જાવ. અમારી સાથે જેને આવવું હોય તે આવી જાય અમે ક્યાં ના જ પાડીએ છીએ તેમ કહ્યું હતું. આ સાંભળી શૈલેષ પરમારે વિનય પુર્વક હસીને વાત ટાળી દીધી હતી. 
મુખ્યમંત્રીએ જામનગરમાં દિગ્ગજ કોંગ્રેસી નેતાને કીધું, આવી જાવને અમારી સાથે અને...

જામનગર : શહેરમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં વધારે એક કોંગ્રેસી ધારાસભ્યે ભાજપનાં નેતાઓ સાથે જોવા મળ્યા હતા. આ ધારાસભ્યને તો મુખ્યમંત્રીએ પોતે પોતાની સાથે ગાડીમાં આવીને બેસી જવાની અપીલ કરી હતી. અમદાવાદની દાણીલીમડા બેઠકના કોંગ્રેસી ધારાસભ્ય શૈલેષ પરમાર જામનગરમાં મુખ્યમંત્રી સહિતના ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા હતા. કાર્યક્રમમાં જતા સમયે મુખ્યમંત્રીએ શૈલેષ પરમારને જણાવ્યું કે, તમારી મારી સાથે આવવું હોય તો ગાડીમાં બેસી જાવ. અમારી સાથે જેને આવવું હોય તે આવી જાય અમે ક્યાં ના જ પાડીએ છીએ તેમ કહ્યું હતું. આ સાંભળી શૈલેષ પરમારે વિનય પુર્વક હસીને વાત ટાળી દીધી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગરમાં ભાઇશઅરી રમેશભાઇ ઓઝાની ભાગવત સપ્તાહ ધર્મેન્દ્રસિંહ જાડેજાના યજમાનપદે યોજાઇ છે. આ સપ્તાહ હાલ તો રાજકીય અખાડો બની ચુકી છે. જેમાં ભાજપના તો મોટા ભાગના નેતાઓ તબક્કાવાર રીતે હાજર રહે છે. જો કે કોંગ્રેસી નેતાઓ પણ મોટા પ્રમાણમાં હાજર રહ્યા છે. આ ઉપરાંત આ સપ્તાહમાં તોડજોડની રાજનીતિ ચાલી રહી હોય તેવું પણ લાગી રહ્યું છે. સી.આર પાટીલ સાથે નરેશ પટેલ હાજર રહ્યા હતા. આ ઉપરાંત હાર્દિકની હાજરી પણ ખુબ જ સુચક રહી હતી. તો આજે શૈલેષ પરમાર પણ આજે ભાજપના નેતાઓ સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે, શૈલેષ પરમાર અમદાવાદની દાણીલીમડા ખાતે કોંગ્રેસની ટિકિટ પરથી છેલ્લી 3 ટર્મથી ચૂંટાતા આવે છે. સમગ્ર અમદાવાદમાં ભાજપનો ગઢ છે પરંતુ બે બેઠકો પર કોંગ્રેસે પોતાની મજબુતીથી પકડી રાખી છે. પરમાર શહેરકોટડામાંથી 2007માં જીત્યા હતા. જ્યારે 2012 અને 2017 માં દાણીલીમડા બેઠક પરથી જીત પ્રાપ્ત કરી હતી. તેવામાં કોંગ્રેસ માટે આવા દિગ્ગજ નેતા અને બેઠક બંન્ને ભાજપમાં જાય તો ખુબ જ મોટુ નુકસાન ગણી શકાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news