મિત્રો અને સબંધીઓને ટાર્ગેટ બનાવી ચોરીને અંજામ આપતો યુવક ઝડપાયો
જો તમારા ઘરે તમારા મિત્રો આવતા હોય તો પરિવારે ચેતવાની જરૂર છે. કારણ કે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મિત્ર અને સગા વ્હાલાના ઘરે ચોરી કરતા એક આરોપીની ધરપકડ કરી છે. આમતો મિત્ર અને સગા વહાલા દુઃખના સમયે મદદ માટે આવતા હોય છે. તેમને સુખ દુઃખના સાથી તરીકે જોતા જોઇએ છે. પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક એવા આરોપીની ધરપકડ કરી છે કે જે, પોતાના મિત્ર અને સગા વહાલાને જ પોતાનો શિકાર બનાવતો હતો.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: જો તમારા ઘરે તમારા મિત્રો આવતા હોય તો પરિવારે ચેતવાની જરૂર છે. કારણ કે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મિત્ર અને સગા વ્હાલાના ઘરે ચોરી કરતા એક આરોપીની ધરપકડ કરી છે. આમતો મિત્ર અને સગા વહાલા દુઃખના સમયે મદદ માટે આવતા હોય છે. તેમને સુખ દુઃખના સાથી તરીકે જોતા જોઇએ છે. પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક એવા આરોપીની ધરપકડ કરી છે કે જે, પોતાના મિત્ર અને સગા વહાલાને જ પોતાનો શિકાર બનાવતો હતો.
અત્યાર સુધીમાં કરી લાખો રૂપિયાની ચોરી
આરોપી રાકેશ સથવારા નામનો જે શહેરના રાણીપ, દરિયાપુર,ચાંદખેડા સહિતના 8 જેટલા મકાનમાં છેલ્લા 12 મહિનામાં ચોરીને અંજામ આપી ચુક્યો છે. માત્ર પોતાના મિત્ર અને સગાવહાલાના ઘરે જ રાકેશ ચોરી કરતો હતો. આરોપી પૈસા મેળવવા માટે પોતાના મિત્ર અને સગાવહાલાને જ શિકાર બનાવતો હતો. જેમાં રાણીપમાં 3 જગ્યાએ કુલ મળીને 1.35 લાખ તથા ચાંદખેડામાં એક લાખ અને દરિયાપૂરમાં એક લાખ મળીને કુલ 3.35 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.
રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી બોલ્યા ભાજપને જ ગાળો, ઓડિયો ક્લિપ વાયરલ
આવી રીતે આપતો હતો ચોરીને અંજામ
મિત્ર અને સગા વ્હાલાના ઘરે રેકી કરવા જતો અને ઘર માલિક ઘરની બહાર જતા ચાવી ક્યાં મૂકે છે તેની રેકી કરતો હતો. ચાવી પગરખાના અને અન્ય જગ્યાએ મૂકે છે તેની માહિતી મેળવતા હોય તો બાદમાં મકાન માલિકે બહાર જાય ત્યારે ચાવી લઈને મકાન ખોલી તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ જતો હતો. આમ વ્યક્તિ કોઈ પણ હોય પણ તે કેટલો વિશ્વાસુ છે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. નહિ તો તમારો મિત્ર કે તમારો સગા વ્હાલા પણ તમને છેતરી શકે છે. ત્યારે આ કિસ્સો પણ શહેરીજનો માટે આંખ ઉઘાડતો કિસ્સો છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે