ભારતમાં બનેલી એન્જિન વગરની ટ્રેન T-18નું સફળ પરિક્ષણ, ડિસેમ્બરથી આ રૂટ પર દોડશે
ટ્રેન 300 કિલોમીટર જેટલા અંતરમાં માત્ર 4 જ સ્ટોપ કરશે અને 160 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડશે
Trending Photos
નવી દિલ્હી : દેશની અત્યાધુનિક ટ્રે T-18 આવતા મહિને પાટા પર ઉતારવામાં આવી શકે છે. રેલ્વે મંત્રાલયના સુત્રોનું કહેવું છે કે ટી-18નું સંચાલન 15 ડિસેમ્બરથી ચાલુ કરવામાં આવે તેવુ લક્ષ્યાંક છે. સુત્રોએ તેમ પણ કહ્યું કે, ટ્રેનનો પ્રથમ ટ્રાયલ સફળ રહ્યું છે. પ્રથમ ટ્રાયલ મુરાદાબાદ- બરેલી સેક્શન પર કરવામાં આવ્યું. ટ્રાયલ દરમિયાન એન્જીન વગર જ દોડનારી ટી-18 ટ્રેનને 90-120 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડાવવામાં આવી. તેણે ખુબ જ સરળતાથી આ અંતર પાર કર્યું.
સુત્રોનું કહેવું છે કે, આગામી અઠવાડીયા સુધીમાં ટ્રાયલ પુર્ણ થઇ જશે. પહેલા ટી-18ને 160 કિલોમીટર પ્રતી કલાકની સ્પીડથી દોડાવવાનો પ્રયાસ કરવામાં આવશે. જો ટ્રાયલ સફળ રહેશે તો T-18ને 160-200 કિલોમીટર પ્રતિ કલાક સુધી ચલાવવા માટે વધારે એક ટ્રાયલ થશે. આ અગાઉ તેજસને પણ તેની ક્ષમતાને ચકાસવા માટે તેનું ટ્રાયલ 160-200 કિલોમીટર પ્રતિ કલાક સુધી કરવામાં આવ્યું હતું અને તેજસ આ ટ્રાયલમાં સફળ રહ્યું હતું.
દિલ્હી - ભોપાલ રૂટ પર ચલાવાશે.
સુત્રોનું કહેવું છે કે ટી-18 ટ્રેન શતાબ્દી એક્સપ્રેસનું સ્થાન લેશે. અને દિલ્હીથી ભોપાલ રૂટ પર દોડશે. આ દરમિયાન તેની સ્પીડ 160 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. આ મેક ઇન ઇન્ડિયા હેઠળ બનેલી પ્રથમ ટ્રેન છે. આ ટ્રેનને ચેન્નાઇની ઇટીગ્રલ કોચ ફેક્ટ્રી (ICF)માં તૈયાર કરવામાં આવી છે. સુત્રોનું કહેવું છે કે રૂટનો અંતિમ નિર્ણય આગામી અઠવાડીયે લઇ લેવામાં આવશે.
ફ્લેક્સી ફેર સિસ્ટમ લાગુ નહી થાય.
સુત્રો અનુસાર ટી-18નું ભાડુ તેજસ ટ્રેન જેવું હશે. તેમાં ફ્લેક્સી ફેર સિસ્ટમ લાગુ નહી થાય પરંતુ તેનું ભાડુ શતાબ્દિ એક્સપ્રેસ કરતા 20-25 ગણું વધારે હશે. ભાડા મુદ્દે બે પ્રકારનાં વિકલ્પો યાત્રીઓને અપાશે. ભોજન સહિત ટીકિટ અને ભોજન વગર ટીકિટ. ટી-18 જે રૂટ પર દોડશે તે માત્ર 5-6 સ્ટોપેજ જ પર જ ઉભી રહેશે. સુત્રોનું કહેવું છે કે ઓછા સ્ટોપેજનાં કારણે ટ્રેન ઓછા સમયમાં ઘણો વધારે સમય કાપી શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે