સુરતની મહિલા દુર્લભ વાયરસના ઝપેટમાં, મહાબળેશ્વરની ગુફામાંથી ચામાચીડિયાનો ચેપ લઈ આવી
Histoplasmosis Virus : ગુજરાતમાં કોલેરા અને ચાંદીપુરાના કહેર વચ્ચે નવા વાયરસની એન્ટ્રી થઈ છે, સુરતની મહિલાને મહાબળેશ્વરની ગુફામાંથી હિસ્ટો પ્લાઝમોસિસનો ચેપ લાગ્યો હતો, જે એક ગંભીર પ્રકારનો ચામાચીડિયામાંથી ફેલાયો વાયરસ છે
Trending Photos
Surat News : ગુજરાત હવે ધીરે ધીરે બીમારીગ્રસ્ત બની રહ્યું છે. ગુજરાતના લોકો નવી નવી બીમારીઓના ઝપેટમાં આવી રહ્યાં છે. હાર્ટ એટેકથી મોતનો સિલસિલો માંડ શાંત થયો છે, ત્યાં હવે જીવલેણ વારયસ લોકોના જીવ લઈ રહ્યાં છે. ગુજરાતમાં અનેક બીમારીઓએ એન્ટ્રી કરી છે. કોલેરા અને ચાંદીપુરા વાયરસે ઉથલો માર્યો છે. ત્યાં હવે સુરતની મહિલા ચામાચીડિયાથી ફેલાતા દુર્લભ વાયરસની ઝપેટમાં આવી છે. પિસ્ટોપ્લાઝમોસિસ નામની બીમારીને એક કેસ સુરતમાં નોંધાયો છે.
બન્યું એમ હતું કે, સુરતની કામરેજની 45 વર્ષીય મહિલા મહાબળેશ્વર ફરવા ગઈ હતી. જ્યાં તેણે એક ગુફાની મુલાકાત લીધી હતી. ટુર પરથી પરત આવ્યા બાદ મહિલાને ખાંસી, તાવ, માથાના દુખાવાની સતત તકલીફ રહેતી હતી. પ્રાથમિક સારવારમા પણ કોઈ રાહત ન મળતા પરિવારે ટેસ્ટ કરાવ્યા હતા. જેમાં પહેલા ન્યૂમોનિયા હોવાનું લાગ્યું હતું, પરંતુ બાદમાં મહિલા પિસ્ટોપ્લાઝમોસિસ વાયરસથી પીડિત હોવાનુ સામે આવ્યું હતું. મહિલાના શરીરમાં ફૂગનો સેટ્સ (હિસ્ટોપ્લાઝમા એન્ટિજન ટેસ્ટ) કરાવવામાઆવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
શું છે પિસ્ટોપ્લાઝમોસિસ
મહિલા મહાબળેશ્વરની ગુફામાં ચામાચીડિયાંના સંપર્કમાં આવવાથી થતી બીમારી હિસ્ટો પ્લાઝમોસિસ હોવાનું નિદાન થયું હતું. હિસ્ટો પ્લાઝમોસિસ ચામાચીડિયાં અને કાગડાની ચરકમાં થતી ફૂગ શ્વાસમાં જવાથી ચેપ લાગે છે અને ધીમે ધીમે ફેફસાંમાંથી શરીરના અન્ય ભાગોમાં પ્રસરે છે, જેથી ગુફા જેવા અવાવરું સ્થળે તેમજ જ્યાં ચામાચીડિયાં હોય તેવા સ્થળની મુલાકાત સમયે માસ્ક અચૂક પહેરવું જોઈએ.
મહિલાની સારવાર કરનાર ઈન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ ર્ડા. પ્રતીજ સાવજે કહ્યું કે, ગુફા જેવી અવવારુ જગ્યા પર જતા સમયે માસ્ક અચૂક પહેરવું જોઈએ. અમે મહિલાની ટ્રાવેલ હિસ્ટ્રી પરથી તેની બીમારીનું નિદાન કર્યું. નિદાન બાદ મહિલાને 5 દિવસ ઓક્સિજન પર રાખી હતી, અને ફૂગના દવા અને ઈન્જેક્શન આપીને તેમની ટ્રીટમેન્ટ કરી હતી. તમે ફરવા જોઓ છો ખાસ કરીને ગુફામાં જોઓ છો. અથવા તો જે જગ્યાએ ચામાચીડીયાનું પ્રમાણ વધુ હોય તેવી જગ્યાએ ખાસ કરીને માસ્ક પહેરવું. જેથી તેનાં ડ્રોપલેટ નાકની અંદર ન આવે. અને આ ટાઈપની બીમારી ન થાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે