સુરતમાં સર્જાયા Mirzapur Web Series જેવા દ્રશ્યો, અંગત અદાવતમાં ઘપાઘપ માર્યા ચાકૂના ઘા
સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા કેતન નામનો યુવાન એરલાઇન્સમાં નોકરી કરી પોતાના પરિવારજનોનું ગુજરાત ચલાવતો હતો. રાત્રી દરમિયાન કેતન મમતા ટોકીઝ પાસે થી જઇ રહ્યો હતો.
Trending Photos
ચેતન પટેલ, તેજશ મોદી, સુરત: સુરત હવે ગુનેગારોની નગરી હોઈ તેવી એક પછી એક ઘટના સામે આવી રહી છે. 24 કલાકમાં બે હત્યાના બનાવના કારણે સુરત પોલીસ દોડતી થઈ છે. સુરતના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. અંગત અદાવતમાં અજાણ્યા ઇસમોએ કેતન રમેશ હેડાઉ પર ચપ્પુના સાતથી આઠ ઘા માર્યા હતા. જેથી કેતનને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. હત્યાના બનાવને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા કેતન નામનો યુવાન એરલાઇન્સમાં નોકરી કરી પોતાના પરિવારજનોનું ગુજરાત ચલાવતો હતો. રાત્રી દરમિયાન કેતન મમતા ટોકીઝ પાસે થી જઇ રહ્યો હતો. દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા કેતન ઉપર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં કેતન ગંભીર રીતે ઘાયલ થયો હતો. હુમલા બાદ તમામ આરોપીઓ ત્યાંથી ભાગી છુટ્યા હતા. બીજી તરફ આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
સ્થાનિક લોકોએ 108 ને કોલ કરી કેતનને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે હાજર તબીબે કેતનને મૃત ઘોષિત કરતા પરિવારજનોમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ લિંબાયત પોલીસ તેમજ ઉપરી અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
પોલીસ તપાસ દરમિયાન મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, અમારી પોલીસ અને સરકાર પાસે એક જ માંગ છે કે, આવું કોઈની સાથે થવું ન જોઈએ. મારનાર કોણ હતા એ ખબર નથી. પરંતુ, પાંચેક મદ્રાસી હોવાનું જાણવા મળ્યું છે. કાન, ગરદન અને હાથ ચપ્પુના સાતથી આઠ ઘા પર મારવામાં આવ્યા હતા. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને અમારી માત્ર ન્યાયની એક જ માંગ છે. જેથી આવી ઘટના ફરી ન બને.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે