સુરતના ટોચના હીરા ઉદ્યોગપતિ મહેશ સવાણી AAP માં જોડાયા, પાટીદારોની વાત કરી આંખમાંથી સરી પડ્યા આસું
સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ગુજરાતની મુલાકાતે આવેલ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ મહેશ સવાણીને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવ્યો છે. ત્યારે પાર્ટીમાં જોડાયા બાદ મહેશ સવાણીએ ગુજરાત સરકાર પ્રત્યેની નારાજગી ઠાલવી હતી.
Trending Photos
તેજશ મોદી/સુરત :સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ગુજરાતની મુલાકાતે આવેલ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ મહેશ સવાણીને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવ્યો છે. ત્યારે પાર્ટીમાં જોડાયા બાદ મહેશ સવાણીએ ગુજરાત સરકાર પ્રત્યેની નારાજગી ઠાલવી હતી.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રડી પડ્યા મહેશ સવાણી
આપ પાર્ટીનું ઝાડુ હાથમાં પકડ્યા બાદ મહેશ સવાણી પ્રેસ સંબોધનમાં કહ્યુ કે, મેં 51 વર્ષે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. મેં નવા ઘરમાં જવાનું પસંદ કર્યું. ગુજરાતનું કામ કરવા રાજકારણમાં આવી રહ્યો છું. મને હેરાન કરશે તેવું પણ અનેક લોકોએ કહ્યું. પણ મેં નક્કી કર્યું છે કે, ભલે મારે જેલમાં જવું પડશે, ભલે બે-બે ગોળી મારી દેશે. મેં નવી જમીન પસંદ કરી છે. ગોળી ખાવાનું પસંદ કરીશ. પણ મને નાના વર્ગની પીડા ખબર છે. સમાજના કામ કરવામાં પણ રાજકારણ આવે છે. કોવિડ સેન્ટરો મુદ્દે પણ આવું રાજકારણ યોગ્ય નથી. તો દિલ્હી વિશે મહેશ સવાણીએ કહ્યું કે, હું દિલ્હી ગયો હતો ત્યાં મેં સરકારી સ્કૂલો જોઈ હતી. ખાનગી સ્કૂલને ટક્કર મારે તેવી સ્કૂલો છે. કોરોના કાળમાં લોકોને ખૂબ આર્થિક નુકસાન થયું છે. લોકો કોરોનામાં રઝળી રહ્યા હતાં. પાટીદારોની વાત કરતા મહેશ સવાણીની આંખમાં આસું આવી ગયા હતા.
હજી અનેક લોકો આપમા જોડાશે - મનીષ સિસોદિયા
તો મહેશ સવાણીને આવકારતા મનીષ સિસોદિયાએ કહ્યું કે, સીએમ કોણ હશે તે ચૂંટણી સમયે જોવાશે. અમારા નગરસેવકોએ ખૂબ સારું કામ કર્યું છે. હજી અનેક લોકો ભાજપ છોડી આપમાં જોડાશે. બીજેપી એટલે ભાજપ ઝઘડા પાર્ટી. ભાજપ બધા સાથે લડે છે. ભાજપ શિક્ષણ સમિતિની લૂંટ ચલાવવા માંગે છે.
મહેશ સવાણીના જોડાવાથી આપને શું ફાયદો થશે
મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. ગુજરાતમાં એક પછી એક મોટા ચહેરાઓ જોડવાની આપની રણનીતિ હાલ દેખાઈ રહી છે. ઉદ્યોગપતિ મહેશ સવાણીના જોડાવાથી આપને ગુજરાતમાં જમીન મળશે અને સાથે જ નાણાંકીય ફાયદો પણ થશે. વિધાનસભા ચૂંટણી પહેલા ઉદ્યોગપતિ મહેશ સવાણીના જોડાવાથી આપને ફંડની સાથે સાથે પાટીદાર સમાજનો પણ સાથ મળશે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં મહેશ સવાણીનું આગવું વર્ચસ્વ છે અને સાથે જ સામાજિક તેમજ ઔદ્યોગિક રીતે પણ તેઓ આગળ પડતા છે. જેના કારણે આમ આદમી પાર્ટીને મોટા ફાયદાની આશા છે.
પાટીદાર ચહેરો છે મહેશ સવાણી, સામાજિક કાર્યોમાં અગ્રેસર
મહેશ સવાણી સુરતના જાણીતા પાટીદાર ઉદ્યોગપતિ છે. તેઓ મૂળ ભાવનગરના જિલ્લાના રાપરડા ગામના વતની છે અને પીપી. સવાણી ગ્રુપના સંચાલક છે. ડાયમંડ, એજ્યુકેશન, રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત તેઓ સામાજિક સેવામા પણ અગ્રેસર છે. તેઓ સુરતમાં પી પી સવાણી હાર્ટ હૉસ્પિટલ ચલાવે છે. 2019માં તેમણે BJP માંથી ટિકિટ માટે દાવેદારી હતી. સામાજિક ક્ષેત્રે અગ્રેસર મહેશ સવાણી પિતા વગરની દીકરીઓના લગ્ન કરાવે છે. 2008થી નાતજાતના ભેદભાવ વિના મોટાપાયે સમૂહ લગ્નોનું આયોજ કરે છે. ઉરીમાં શહીદ જવાનોના બાળકોને પણ તેમણે મદદ કરી છે. તેમણે જવાનોના બાળકોના અભ્યાસનો ખર્ચ ઉઠાવ્યો છે. તેમની હોસ્પિટલમાં ગરીબ દર્દીઓની નજીવા દરે હાર્ટ સર્જરી કરવામા આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે