ગ્રીષ્માના હત્યારાનો શોકિંગ ઓડિયો, મિત્રને કહ્યુ હતું-'હું તેને ઘરે જઈને મારી નાખીશ'

સુરતના કામરેજ તાલુકામાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં એક કથિત ઓડિયો વાયરલ થયો છે. આ કથિત ઓડિયો ગ્રીષ્માના હત્યારા ફેનિલ અને તેના મિત્ર સાથેની વાતચીતનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કથિત  ઓડિયોમાં ફેનિલે મિત્ર સાથે શું વાતચીત કરી તે સામે આવી છે. શું ગ્રીષ્મા વેકરિયાની હત્યા પ્રી-પ્લાન હતી?. 
ગ્રીષ્માના હત્યારાનો શોકિંગ ઓડિયો, મિત્રને કહ્યુ હતું-'હું તેને ઘરે જઈને મારી નાખીશ'

ઝી મીડિયા/બ્યૂરો :સુરતના કામરેજ તાલુકામાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં એક કથિત ઓડિયો વાયરલ થયો છે. આ કથિત ઓડિયો ગ્રીષ્માના હત્યારા ફેનિલ અને તેના મિત્ર સાથેની વાતચીતનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કથિત  ઓડિયોમાં ફેનિલે મિત્ર સાથે શું વાતચીત કરી તે સામે આવી છે. શું ગ્રીષ્મા વેકરિયાની હત્યા પ્રી-પ્લાન હતી?. 

સુરતમાં ધમધમતા કપલ બોક્સમાં રેડ
ગ્રીષ્માના હત્યા કેસ બાદ સુરતમાં વિહિપના કાર્યકરો સક્રિય બન્યા છે. પુણા ગામ વિસ્તારમાં ચાલતા કપલ બોક્સમાં વિહિપના કાર્યકર્તાઓ દ્વારા રેડ પાડવામાં આવી હતી. પુણા પોલીસને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી. જેમાં કપલ બોક્સમાં આઠ જેટલા યુવક યુવતીઓ મળી આવ્યા હતા. પોલીસે meet me કાફેમાં રેડ પાડી હતી. પોલીસ કમિશનરની અપીલ બાદ વિહિપના કાર્યકરો દ્વારા સમગ્ર શહેરમાં આવા કપલ બોક્સ શોધી રેડ કરાશે. 

સુરતમાં ગુનાખોરી વધી
સુરતના પોલીસ કમિશનર અજય તોમરે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં અજય તોમરે જણાવ્યું કે શહેર પોલીસ ડિટેક્શનની 84 ટકા કામગીરી કરે છે. તેમજ વધુમાં જણાવ્યું કે પોલીસ સંવેદનશીલ રીતે કામગીરી કરે છે. તેમજ મહિલાની સુરક્ષા માટે શી ટીમ કામ કરે છે. અભ્યમની ટીમ પણ સારી કામગીરી કરી રહી છે. મહિલાઓ જે સ્થળોએ જાય છે ત્યા શી ટીમ જાય છે. જેમાં ગુડ ટચ, બેડ ટચ શીખવવામાં આવે છે. નો ડ્રગ્સ હેઠળ મહત્વની કામગીરી કરી છે. ડ્રગ્સની સપ્લાય કરનાર મહારાષ્ટ્ર, હિમાચલથી પણ ઝડપી પાડ્યા છે.

બીજી તરફ, સુરતમાં યુવતીની જાહેરમાં હત્યા થયા બાદ સુરક્ષાને લઈ અનેક સવાલ ઉભા થઈ રહ્યાં છે. પરંતુ સુરતમાં બનેલી ઘટના અમદાવાદમાં બને નહિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેને લઈને અમદાવાદ પોલીસ એલર્ટ થઈ છે. આ સંદર્ભે આજે સરખેજ વિસ્તારમાં પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. અનેક વિસ્તારોમાં પોલીસે ફ્લેગ માર્ચ કરી જેથી પ્રજા અને પોલીસ વચ્ચે સુમેળતા રહે અને ઇમરજન્સી વખતે પોલીસનો વિના સંકોચે સંપર્ક કરી શકે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news