ગોરખધંધાનો થયો ઘટસ્ફોટ: યુવતિને 4 મહિનામાં 40 યુવકો સાથે સૂવા કરી મજબૂર
સોહેલ અગાઉ બળાત્કાર, હત્યા અને હત્યાની કોશિશના ગુનામાં પકડાઇ ચૂક્યો છે તેની પત્ની રૂબીના પણ હિસ્ટ્રીશીટર છે. તેની સામે અપહરણ સહિતના ૧૨ ગુના નોંધાયા છે. પોલીસે રૂબીનાના ૮ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે.
Trending Photos
સુરત: સુરતના લિંબાયત વિસ્તારની અંદર એક ચોંકાવનારી ઘટના સામે આવી કે અલગ અલગ યુવકો સાથે સૂવા માટે મજબૂર કરનારી માથાભારે રૂબીનાની પોલીસે કડોદરાથી ધરપકડ કરી હતી. પીડિતાને ઘરમાં આશરો આપી રૂબીનાએ પતિ પાસે બદકામ કરાવ્યું હતું. મોબાઇલમાં અશ્લીલ ફોટા પાડી બ્લેકમેઇલ કરી પીડિતા પાસે ગોરખધંધા કરાવતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
સુરતના લિંબાયતમાં રહેતી 15 વર્ષીય યુવતી મૂળ યુપીની વતની છે. યુવતિનો ભાઇ કોઇક ગુનામાં જેલમાં હોય તે પરિચિત રૂબીનાના ઘરે રહેતી હતી. રૂબીનાનો પતિ સોહેલ ઉર્ફે ગુન્ડેએ પોતાના ઘરમાં યુવતિની એકલતાનો લાભ લઇ મોઢું દબાવી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ મોબાઇલમાં અશ્લીલ ફોટા પાડી સોહેલ વારંવાર બ્લેકમેઇલ કરી યુવતી સાથે દુષ્કર્મ આચરતો હતો. દોઢ મહિના પહેલાં સગીરાએ ફરિયાદ આપતા લિંબાયત પોલીસે સોહેલ ઉર્ફે ગુન્ડે (રહે. લિંબાયત) સામે બળાત્કાર, છેડતી અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધ્યો હતો.
પરિવારે રૂબીના સામે શંકા વ્યક્ત કરતા ડિંડોલી પોલીસે ગુનો નોંધી તે દિશામાં તપાસનો ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યાં લિંબાયત પોલીસે કડોદરાથી સોહેલ ઉર્ફે ગુન્ડેની પત્ની રૂબિના ઉર્ફે મુબારક જુલ્ફેકાર ઉર્ફે સોહેલ ગુન્ડે એઝાઝ સિદ્દીક (ઉ.વ. ૪૧, રહે. શાસ્ત્રી ચોક, લિંબાયત- મૂળ જલગાંવ)ની ધરપકડ કરી હતી. રૂબીના સાથે અપહૃત સગીરા પણ મળી આવી હતી. પોલીસે સગીરાની પૂછપરછ કરતા ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો.અપહત સગીર પીડિતાનો ચુંગાલમાંથી થયો છુટકારો રૂબીનાએ જ તેના પતિ સાથે મિલીભગત રચી હતી. પતિ સોહેલે બદકામ કરી ફોટા પાડી લીધા હતા. ફોટા બતાવી બ્લેકમેઇલ કરી છેલ્લાં ચારેક માસમાં પીડિતાને ૩૫-૪૦ યુવકો સાથે સૂવા મજબૂર કરી હતી.
રૂબીનાને 8 દિવસના રિમાન્ડ મેળવી અને અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે કે આ રૂબીના આ સગીરાને કઈ કઈ જગ્યાએ લઈ ગઈ હતી અને કઈ રીતે આખી દુનિયાને અંજામ આપતી હતી. 12 ગુનાનો ઇતિહાસ રૂબીનાનો પતિ સોહેલ ઉર્ફે ગુન્ડે માથાભારે તરીકેની છાપ ધરાવે છે. સોહેલ અગાઉ બળાત્કાર, હત્યા અને હત્યાની કોશિશના ગુનામાં પકડાઇ ચૂક્યો છે તેની પત્ની રૂબીના પણ હિસ્ટ્રીશીટર છે. તેની સામે અપહરણ સહિતના ૧૨ ગુના નોંધાયા છે. પોલીસે રૂબીનાના ૮ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે