Gujarat Election 2022: ભાજપની પ્રચંડ જીતની તારક મહેતા ફેમ 'સુંદરમામા'એ રાખી હતી માનતા, 75 કિ.મી પગપાળા ચાલતા નીકળ્યા, VIDEO

Gujarat Election 2022: તારક મહેતા ફેમ મયુર વાકાણી ઉર્ફે સુંદર મામા આજે ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત થતાં ભાજપ રેકોર્ડ બ્રેક આંકને સર કરતા આજે અમદાવાદથી વિઠલાપુર ચાંચરી માતાના દર્શને 75 કિ.મીની પગપાળા માનતા પુરી કરવા નીકળી ગયા હતા.

Gujarat Election 2022: ભાજપની પ્રચંડ જીતની તારક મહેતા ફેમ 'સુંદરમામા'એ રાખી હતી માનતા, 75 કિ.મી પગપાળા ચાલતા નીકળ્યા, VIDEO

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. જેમાં ભાજપે રેકોર્ડબ્રેક 156 બેઠકો મેળવી છે. ત્યારે ભાજપ ચૂંટણીમાં સારું પ્રદર્શન કરે તેના માટે તેમના કાર્યકરો અનેક બાધા અને માનતાઓ માનતા હોય છે. જેમાં એક છે આપણા 'સુંદરમામા'. ભાજપની પ્રચંડ જીતની સુંદરમામાએ પણ માનતા રાખી હતી. જેથી તેઓ 75 કિમી પગપાળા વિઠલાપુરમાં ચાંચરી માતાનાં દર્શન કરવા નીકળી પડ્યા છે.

તમને જણાવી દઈએ કે, તારક મહેતા ફેમ મયુર વાકાણી ઉર્ફે સુંદર મામા આજે ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત થતાં ભાજપ રેકોર્ડ બ્રેક આંકને સર કરતા આજે અમદાવાદથી વિઠલાપુર ચાંચરી માતાના દર્શને 75 કિ.મીની પગપાળા માનતા પુરી કરવા નીકળી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરતી આવી રહી છે. આ શૉના બધા પાત્રોએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ જગ્યા બનાવી દીધી છે. કોરોના વાઈરસથી થયેલા લૉકડાઉન બાદ 4 મહિના પછી આ સીરિયલની શૂટિંગ શરૂ થઈ ગઈ છે અને ટીઆરપીના રૅસમાં પણ સૌથી આગળ રહી છે. 

દર્શકો નવા એપિસોડ્સનો પણ જોરદાર આનંદ માણી રહ્યા છે. માય ડિયર જીજાજીને હંમેશા હેરાન કરનારા અને ગરબા ક્વીન દયાબેનના રીલ અને રિયલ ભાઈ મયૂર વાકાણી ઉર્ફે સુંદરલાલ હંમેશા પોતાની ભૂમિકાને લઈને ચર્ચામાં રહ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news