ગુજરાતમાં ચકચાર મચી! ભાવનગરની સ્કૂલમાં અનેક વિદ્યાર્થીનીઓ બેભાન, વાલીઓનો મોટો આક્ષેપ
ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલી ખાનગી સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિયુટ સંચાલિત લાખાણી વિદ્યા સંકુલમાં આજે કોઈ કારણોસર વીજપ્રવાહ બંધ થઈ ગયો હતો, ચોમાસુ ચાલતું હોય ભારે ઉકળાટ અને ગરમી સહન નહિ કરી શકતા અનેક વિદ્યાર્થીનીઓ બેભાન બની ઢળી પડી હતી.
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર: શહેરની સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિયુટ સંચાલિત લાખાણી વિદ્યા સંકુલમાં વીજપ્રવાહ બંધ થઈ જતાં ઉકળાટ અને ગરમીના કારણે અનેક વિદ્યાર્થીનીઓ બેભાન બની જતા હોસ્પિટલ ખસેડાઇ હતી, શાળા સંચાલકોની બેદરકારીના કારણે વિદ્યાર્થીનીઓ બેભાન બની હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે.
ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલી ખાનગી સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિયુટ સંચાલિત લાખાણી વિદ્યા સંકુલમાં આજે કોઈ કારણોસર વીજપ્રવાહ બંધ થઈ ગયો હતો, ચોમાસુ ચાલતું હોય ભારે ઉકળાટ અને ગરમી સહન નહિ કરી શકતા અનેક વિદ્યાર્થીનીઓ બેભાન બની ઢળી પડી હતી, જેથી સંચાલકો દ્વારા વિધાર્થનીના વાલીઓને ફોન કરી બોલાવવામાં આવ્યા હતા, જેથી વાલીઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચતાં બેભાન બનેલી વિદ્યાર્થીનીઓ ને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જેમાં એક વિદ્યાર્થિનીને ખાનગી હોસ્પિટલ અને ને વિદ્યાર્થીનીઓ ને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
પરંતુ લાખો રૂપિયાની ફી વસૂલતી શાળાઓ દ્વારા વીજપ્રવાહ બંધ થતાં જનરેટર ની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ના હોય અસહ્ય બફારો સહન નહિ કરી શકવાના કારણે વિદ્યાર્થીનીઓ બેભાન બની ગઈ હતી, પરંતુ બેભાન થયેલી વિદ્યાર્થિનીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાના બદલે શાળા સંચાલકો દ્વારા તેઓના વાલીઓ ને બોલાવી વિદ્યાર્થીનીઓ ને તેમના હવાલે કરી હતી, વાલીઓ દ્વારા શાળા સંચાલકો દ્વારા બેદરકારી આચરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે