કોરોનાને નામે સરકારને બાનમાં લેનારા હડતાળીયા ડોક્ટર્સ વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ, હોસ્ટેલ ખાલી કરવા આદેશ
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર : સિવિલ હોસ્પિટલના કોવિડ કેરના કન્સલ્ટન્ટ ડોકટરોને સમય પૂર્ણ થતા અન્ય સ્થળો પર બદલી કરી દેવામાં આવી છે. જેની સામે ડોકટરો વિવિધ માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે, ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે. જેમાં તેમને કહ્યું કે 31 જુલાઈ સુધી કોરોના પીક પર હતો પરિપત્ર કર્યો હતો. જે કોરોનાની કામગીરીમાં જોડવા માટે સરકારી ખર્ચે ભણતાં મેડિકલ કોલેજના વિધાર્થીઓ માટે કર્યો હતો, અને 6 માસ કોરોના નોકરી કરી હોય તેને એક વર્ષ ગણવામાં આવતા હતા.
પી.જી તરીકે 31 જુલાઈ સુધી કોરોનામાં નોકરી કરી છે, તેઓને બોન્ડમાંથી મુક્તિ આપવામાં આવી હતી. જો કે હવે કોરોના દર્દીઓ નથી અને કોઈ પરિપત્ર પણ નથી એટલે હવે તેઓ માટે એક વર્ષના બોન્ડ અમલમાં આવે છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એ બોન્ડેડ ડોકટરની હડતાલ ખોટી અને ગેરકાયદે હોવાનો પણ દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ડોક્ટરો એ ગ્રામ્ય વિસ્તારોમાં સેવા આપવી પડશે. જે ડોક્ટરોએ સેવા ન આપવી હોય તો 40 લાખ રૂપિયા ભરવાના રહેશે. જે ડોક્ટરો હડતાળ નહીં છોડે તેમજ હોસ્ટેલ ખાલી કરવાના આદેશ આપ્યા છે. જો એ પણ નહીં માને તો તેવા લોકો સામે ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે.
ડોકટરો હડતાળ પર છે અને તેઓનું માનવું છે કે, સરકાર પોતાની વાતથી વિમુખ થઈ રહી છે, એવા સમયે સરકારી મેડિકલ કોલેજ ભાવનગરના ડીન દ્વારા કોવિડ કન્સલ્ટન્ટ તરીકે હોસ્ટેલમાં રહેતા અને કોવિડ કન્સલ્ટન્ટ તરીકે અન્વયે ટ્રાન્સફર થયેલ તેમજ સુપ્રીન્ટેડન્ટ દ્વારા છુટા કરાયેલાઓએ હોસ્ટેલ તાત્કાલિક અસરથી ખાલી કરવા તાત્કાલિક નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં પરિપત્ર દ્વારા હોસ્ટેલના રૂમો આજના આજ ખાલી કરવા ડીન તરફથી આદેશ કરાયો છે, ત્યારે ડોકટરો દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમારી લડત હજુ ચાલુ છે જે નો કોઈ નિર્ણય પણ નથી આવ્યો ત્યારે માનવતાના ધોરણે અમને થોડો સમય આપવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે