અમદાવાદમાં ક્યારે પણ ટ્રાફીકનાં કારણે નહી જાય જીવ, Ambulance માટે અનોખી સુવિધા
Trending Photos
ઉદય રંજન/ અમદાવાદ: શહેરમા ટ્રાફીકની સમસ્યા એટલી વધી છે કે ક્યારેક ઇમરજન્સી સેવા આપતી ફાયરબ્રીગેડ-એમબ્યુલન્સ ફસાઇ જાય છે અને તેને ગંતવ્ય સ્થાન સુધી પહોચતા વાર લાગે છે. આ બાબતને હલ કરવા માટે જાપાન કંપની દ્વારા એક ખાસ ડીવાઇઝ નો ટ્રાયલ રિવરફ્રન્ટ પર કરવામાં આવ્યો.જાપાની કંપની દ્વારા રિવરફ્રન્ટ કે અન્ય કોઈ માર્ગ પર આ સિસ્ટમ નિઃશુલ્ક લગાવી આપવામાં આવશે. વિશ્વમાં અમદાવાદમાં પહેલીવાર આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
સ્માર્ટસિટી અમદાવાદમાં સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત ઈમરજન્સી વાહનો માટે ગ્રીન કોરિડોર બનાવતી સિસ્ટમ હાલ પ્રાયોગિક ધોરણે રિવરફ્રન્ટ પર વલ્લભસદન પાસે શરૂ કરવામાં આવી છે. ગ્રીન કોરિડોર સીસ્ટમ લગાવામા આવી છે અને જો તે સફળ થશે તો તબક્કાવાર અન્ય વિસ્તારમાં પણ આ સિસ્ટમ શરૂ કરવા યોજના છે. મનપા સાથે ની સમજૂતિ મુજબ જાપાનની એક કંપની યુએચએફ બેન્ડ આધારિત તેમજ જાપાનમાં બનેલી V2X ટેક્નોલોજીને આધારે સિસ્ટમ લગાવશે. એમ્બુલન્સ જેવું ઈમરજન્સી વાહન 800 મીટર દૂર હશે ત્યારે જ તે જે દિશામાંથી આવતું હશે તે તરફનું સિગ્નલ ગ્રીન થશે અને આજુબાજુના સિગ્નલ ઓટોમેટિક રેડ થઈ જશે. વાહનચાલકોને પણ ઇમરજન્સી વાહન ની જાણથશે. તંત્રનું માનીએ તો ગ્રીન કોરિડોરને કારણે કોઈ પણ દર્દી તેના સ્થળથી મહત્તમ 45 મિનિટમાં હોસ્પિટલ પહોંચી જશે. ગંભીર દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે 45 મિનિટ આદર્શ સમય કહેવાય. આ સિસ્ટમ શરૂ કરનારું અમદાવાદ દેશનું પ્રથમ શહેર છે.
અમદાવાદ શહેર માં ગીચ વિસ્તારો અને બહુમાળી મકાનો આવેલા છે ત્યારે યુએચએફ બેન્ડ ફ્રીકવન્સી એવી ટેક્નોલોજી છે જેને સિગ્નલ પોહોચાડવા મુશ્કેલી પડતી નથી..હાલતો રિવરફ્રન્ટ પર આ સિસ્ટમ ડેમો કરવામાં આવ્યો છે સીસ્ટમ તો સારી છે પરંતુ તેનુ અમલીકરણ અમદાવાદ શહેરમા શક્ય બનશે કે કેમ તે પ્રશ્ન છે.આ સીસ્ટમ માટે દરેક એમબ્યુલન્સમા ડીવાઇસ લગાવા પડે તેમજ સીગ્નલ અને ટ્રાફીક ડીસપ્લે બોર્ડ પર ઉપકરણ ફીટ કરવુ પડે છે જેની પાછળ સારો એવો ખર્ચ થાય છે.કેટલો ખર્ચ થાય છે તેની માહીતી તંત્ર પાસે નથી પરંતુ મોટો ખર્ચ થાય તેમ તંત્ર કહી રહ્યુ છે.હવે આટલા મોટા અમદાવાદમા આ સીસ્ટમ શરુ કરવા માટે જંગી ખર્ચ કરવો પડે તો તંત્ર કેવી રીતે કરશે.હાલ તો જાપાની કંપની એક રોડ પર આ કોરીડોર કરી આપવાની છે ત્યારે આગામી દિવસોમા શુ થાય છે તે જોવુ રહ્યુ.
સિસ્ટમ ની કામગીરી પર નઝર કરીએ તો ટ્રાફિક સિગ્નલ, એમ્બુલન્સ, ફાયર જેવા ઈમરજન્સી વાહન..ટ્રાફિક સિગ્નલ અને ટ્રાફિક ડિસ્પ્લે બોર્ડ પર ટ્રાન્સમીટર લગાવાશે જે V2X કમ્યુનિકેશન ટેક્નોલોજીથી જોડાયેલા હશે. એમ્બુલન્સ,કે ઈમરજન્સી વાહન સિગ્નલથી 800 મીટર દૂર હશે ત્યારે ટ્રાફિક સિગ્નલને સંદેશો મળશે. અને ઈમરજન્સી વાહન આવતા લાલ સિગ્નલ લીલું થઈ જસે...વાહન 800 મીટર દૂર હશે કે ટ્રાફિકના ડિસ્પ્લે બોર્ડ પર સૂચના મળશે કે ઈમરજન્સી વાહન આવી રહ્યું છે અને આથી વાહનચાલકો તેને સાઈડ આપવા ખસી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે