ગુજરાતીઓ જુઓ કેનેડામાં કેટલી બેરોજગારી છે, એક યુવકે વીડિયો બનાવીને ખોલી કેનેડાની અસલી પોલ
Study Abroad : કેનેડામાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ નોકરીની શોધ કરી રહ્યાં છે. એક નોકરી માટે ઢગલાબંધ ભારતીય વિદ્યાર્થીઓ લાઈનમાં ઉભા છે. આટલી ભીડ તો આપણા દેશમાં પણ કોઈ નોકરી માટે હોતી નથી
Trending Photos
Jobs In Canada : કેનેડા અને અમેરિકા જવા માટે લોકોનો રાફડો ફાટ્યો છે. આ બંને દેશોમાં જવા માટે ગુજરાતીઓ ગમે તેટલા રૂપિયા ખર્ચી નાંખવા તૈયાર થાય છે. અમેરિકામાં સરળતાથી પીઆર અને વિઝા મળતા ન હોવાથી હવે ગુજરાતીઓ કેનેડા તરફ વળ્યા છે. આ દેશ પણ ગુજરાતીઓને મોસ્ટ વેલકમ કહી રહ્યો છે. કારણ કે, કેનેડામાં કામ કરતા લોકોમાં ચોથા ભાગના વિદેશીઓ છે. હાલ સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જનારો વર્ગ બહુ જ મોટો છે. પરંતુ જો તમે બહુ કેનેડા કેનેડા કરતા હોવ તો આ વીડિયો જોઈને તમારા સપના ચકનાચૂર થઈ જશે. ભલે કેનેડામાં દર વર્ષે ઢગલાબંધ વેકેન્સી ખૂલતી હોય છે, પરંતુ રિયલ પિક્ચર એવુ છે કે, કેનેડામાં હાલ ભારતીયોને નોકરી માટે તંગી થઈ રહી છે. મોટી સંખ્યામાં ભારતીયો હવે કેનેડા જઈ રહ્યા છે, તેથી હવે ત્યા નોકરીની તંગી થઈ રહી છે. આ વીડિયો એક પંજાબી યુવકે શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે, કેનેડામાં નોકરી માટે લાંબી લાઇનો લાગી છે. જેમાં મોટા ભાગે ભારતીયો જ લાઈનમાં ઉભેલા જોવા મળી રહ્યાં છે. કેનેડામાં લાખો રૂપિયા ખર્ચીને જતા ગુજરાતીઓને નોકરી માટે ફાંફા થઈ રહ્યાં છે.
આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કેનેડામાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ નોકરીની શોધ કરી રહ્યાં છે. એક નોકરી માટે ઢગલાબંધ ભારતીય વિદ્યાર્થીઓ લાઈનમાં ઉભા છે. આટલી ભીડ તો આપણા દેશમાં પણ કોઈ નોકરી માટે હોતી નથી. વાયરલ વિડીયોમા લોકોની નોકરી માટેની લાઇનોનો છે. જેમાં એક પંજાબી યુવક કેનેડાનું અસલી પિક્ચર બતાવી રહ્યો છે. કેનેડામાં ગયેલા ગુજરાતીઓને હવે બહુ જ સ્ટ્રગલ કરવી પડી રહી છે. એનુ કારણ એ છે કે, કેનેડામાં બહુ જ કોમ્પિિટિશન છે. આ સ્પર્ધા ભારતીયો સાથેની જ છે.
કેનેડા જવા માગતા ભારતીયો આ વીડિયો ચોક્કસ જોજો! કેનેડામા નોકરી માટે લાગી લાંબી લાઇનો....#canada #jobs #viral #viralvideo #jobshortage #employment #ZEE24Kalak pic.twitter.com/PtW9UDqz2D
— Zee 24 Kalak (@Zee24Kalak) August 2, 2023
ભારતીયો જ ભારતીયોને લૂંટે છે
હકીકત તો એ છે કે, ત્યાં સેટલ્ડ થયેલા ભારતીયો જ સ્ટુડન્ટ વિઝા પર ગયેલા વિદ્યાર્થીઓને છેતરે છે. તેમને નોકરીની લાલચ આપીને તેમનુ શોષણ કરે છે. કેનેડાનો કાયદો અલગ છે, ત્યાં કાયદા પ્રમાણે કામના પહેલા જ દિવસથી પગાર આપવાનો હોય છે. પરંતુ ભારતીય વેપારીઓ અને ઉદ્યોગપતિઓ આ કાયદો માનતા નથી. તેઓ સ્ટુડન્ટ પાસેથી ટ્રેનિંગના નામે પોતાનું કામ કરાવી લે છે અને 15 દિવસમાં કાઢી મૂકે છે. કેનેડાના નિયમ પ્રમાણે બે વીકમાં એકવાર સેલેરી ચૂકવવાની હોય છે, પરંતુ અમુક ભારતીય માલિકો બે-બે મહિના સુધી પગાર માટે સ્ટૂડન્ટ્સને લટકાવે છે.
કેનેડામાં કેવી રીતે જીવે છે ગુજરાતી વિદ્યાર્થીઓ
સ્ટુડન્ટ વિઝા પર ગયેલા વિદ્યાર્થીઓ શેરિંગ અકોમોડેશનમાં રહે છે. દર વિદ્યાર્થીના ભાગે દર મહિને 500 ડોલર આવે છે. આ સિવાય ખર્ચા ઓછા કરવા આ તમામ સ્ટૂડન્ટ્સ જાતે જ રાંધીને ખાય છે, અને તેમનો કરિયાણા અને શાકભાજીનો એક મહિનાનો વ્યક્તિ દીઠ ખર્ચો લગભગ 150 ડોલર જેટલો આવે છે. આ સિવાય મહિને 50 ડોલર મોબાઈલ ફોનનો ખર્ચો થાય છે, જ્યારે બીજા પરચૂરણ ખર્ચા લગભગ 100 ડોલર જેટલા હોય છે. આ ઉપરાંત બાકીના ખર્ચા અલગ. આ બધા ખર્ચ કાઢવા માટે કેનેડામાં નોકરી કરવી બહુ જ જરૂરી છે.
લોકોને એમ લાગે છે કે કેનેડા ગયેલા વિદ્યાર્થીઓ અને લોકો વૈભવી લાઈફસ્ટાઈલ જીવે છે. પરંતુ હકીકત એવુ નથી. તેથી જો તમે લાખો ખર્ચીને અને ઉછીના લઈને કે લોન લઈને કેનેડા ગયા હોય તો ખાસ વાંચી લેજો, નહિ તો પસ્તાશો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે