કોરોના વાયરસને લઇ વડોદરા કોર્ટ હાથ ધરાયું સ્ક્રીનીંગ
કોરોના વાયરસે સમગ્ર દેશ દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે વડોદરા કોર્ટ પણ બાકાત નથી, કોર્ટ સંકુલમાં મોટી સંખ્યામાં અરજદારો તેમજ વકીલો આવતા હોય છે. ત્યારે વકીલ મંડળ દ્વારા તકેદારીના ભાગ રૂપે આરોગ્ય વિભાગમાં રજુઆત કરવામાં આવી હતી
Trending Photos
હાર્દિક દીક્ષિત, વડોદરા: કોરોના વાયરસે સમગ્ર દેશ દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે વડોદરા કોર્ટ પણ બાકાત નથી, કોર્ટ સંકુલમાં મોટી સંખ્યામાં અરજદારો તેમજ વકીલો આવતા હોય છે. ત્યારે વકીલ મંડળ દ્વારા તકેદારીના ભાગ રૂપે આરોગ્ય વિભાગમાં રજુઆત કરવામાં આવી હતી કે કોર્ટ સંકુલમાં પણ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવે.
વકીલોની રજુઆતના પગલે આયોગ્ય વિભાગની ટિમ દ્વારા આજે કોર્ટ સંકુલના મુખ્ય ગેટ પર અરજદારો તેમજ વકીલોને સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા કોર્ટ સંકુલમાં આવતા તમામ લોકોની આંખોની તપાસ તેમજ શરીરના તાપમાનની તપાસ કરવામાં આવી રહી છે.
Live TV:-
જો કોઈ વ્યક્તિના શરીરનું તાપમાન વધુ જણાય તો તેમને કોર્ટ સંકુલમાં પ્રવેશ કરવા દેવામાં આવતો નથી. તેમજ બીમાર વ્યક્તિની માહિતી લઈ સારવાર અર્થે સરકારી હોસ્પિટલ જવાની સૂચના આપવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે