ભ્રષ્ટાચાર જ ભ્રષ્ટાચાર! અનાજ, સાયકલ બાદ હવે પાણીમાં ખાયકી, તોડપાણી કરો જલસા કરો
Corruption in Gujarat: ગુજરાતમાં ભ્રષ્ટાચાર નાબૂદીની વાતો માત્ર કાગળ પર જ હોય તેમ એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. રાજ્યમાં અનાજ અને સાયકલ કૌભાંડની શાહી હજું સુકાઈ નથી, ત્યારે પાણીપૂરવઠામાં કૌભાંડ ઝડપાયું છે જી હા...નવસારી જિલ્લાના બીલીમોરા વિભાગના પાણીપૂરવઠામાં કૌભાંડ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે.
Trending Photos
Corruption in Gujarat: ગુજરાતમાં ભ્રષ્ટાચાર નાબૂદીની વાતો માત્ર કાગળ પર જ હોય તેમ એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. રાજ્યમાં અનાજ અને સાયકલ કૌભાંડની શાહી હજું સુકાઈ નથી, ત્યારે પાણીપૂરવઠામાં કૌભાંડ ઝડપાયું છે જી હા...નવસારી જિલ્લાના બીલીમોરા વિભાગના પાણીપૂરવઠામાં કૌભાંડ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. ભ્રષ્ટાચારીઓએ ટેન્ડર પ્રક્રિયામાં કામ થયા વગરના કામ થયેલ બતાવી ખોટા બિલ મુક્યાં હતા. આ કૌભાંડમાં 5 કરોડ 48 લાખનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. જેના કારણે 14 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. કાર્યપાલક ઈજનેર દ્વારા ફરિયાદ નોંધાઈ છે. આરોપીમાં પણ 5 કોન્ટ્રાકટર અને 3 મહિલા સહિત 10ની ધરપકડ કરવામાં આવી છે.
આ ઘટનાની વાત કરીએ તો નવસારી જિલ્લાના બીલીમોરાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે, કારણ કે અનાજ, સાયકલ બાદ હવે પાણીમાં ભ્રષ્ટાચાર આચરાયો છે. આ કૌભાડમાં ક્લાસ વન અધિકારી, કોન્ટ્રાક્ટર સહિત 10ની ધરપકડ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. 10 આરોપીઓમાં મહિલા સરકારી અધિકારીની પણ ધરપકડ કરાઈ છે. પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભંગ કરી કૌભાંડ આચરાયું છે.
આ કૌભાંડમાં કામ થયા વગરના ખોટા બીલો મૂકી ખોટી હકીકતો ઊભી કરી કરોડોનું કૌભાંડ આચરાયું છે. તમામ સરકારી અધિકારીઓએ રૂપિયા 9 કરોડની સરકારી નાણાંની ઉચાપત કરી લીધી છે. જેના કારણે સુરત સીઆઇડી ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરાઈ હતી. સુરત cid ક્રાઈમ બ્રાન્ચમાં પાણી પુરવઠાના અધિકારીઓ સહિત કુલ 14 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં 5 કોન્ટ્રાક્ટર અને 5 સરકારી અધિકારી મળી 14માંથી 10ની ધરપકડ કરી છે.
નવસારી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા સરકારી નાણાની ઉચાપત અંગે ફરિયાદ કરાઈ હતી. બીજી બાજુ, સીઆઇડી ક્રાઈમ પોલીસે કલમ 406, 409, 465, 467, 120 બી, 201 અને ભ્રષ્ટાચાર અધિનિયમ 13 (2) મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આરોપીઓના નામ
દલપત પટેલ, રાજેશ ઝા, શિલ્પા કે રાજ, પાયલ એન બંસલ, રાકેશ પટેલ, જગદીશ પરનાર, ચિરાગ પટેલ, મિતેશ નરેન્દ્ર શાહ, જ્યોતિ શાહ, મોહમ્મદ નૂલવાળા, નરેન્દ્ર શાહ, તેજલ શાહ અને ધર્મેશ પટેલનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં સાયકલ કૌભાંડમાં 10 કરોડનો ભ્રષ્ટાચાર
ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના હેઠળ કન્યાઓ માટે ખરીદવામાં આવેલી સાયકલમાં 10 કરોડનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. રાજસ્થાન અને ગુજરાતમાં એક જ કંપનીએ સપ્લાય કરી હોવા છતાં ગુજરાતે સાયકલ દીઠ 500 રૂપિયા વધારે ચૂકવ્યા છે છતાં સરકાર તરફથી આ કેસમાં કોઈ તપાસ થઈ નથી કે કોઈ અધિકારી કે મંત્રી સામે કાર્યવાહી કરવામાં આવી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે