ટેકાના ભાવે મગફળીની ખરીદીનું રજીસ્ટ્રેશન શરૂ, સબ સલામતનાં સરકારી દાવા વચ્ચે ખેડૂતો પરેશાન
Trending Photos
અમદાવાદ: કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું છે કે, રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદવા માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો રાજ્યવ્યાપી શુભારંભ આજથી થયો છે. રાજ્યનો એક પણ ખેડુત રજીસ્ટ્રેશન કરાવ્યા વગર રહી ન જાય તેની સંપૂર્ણ તકેદારી રાખીને યોગ્ય વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા ગોઠવવામાં આવશે. એટલે ખેડુતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. ફળદુએ ઉમેર્યુ કે, રાજ્ય સરકાર દ્વારા ખરીફ મગફળી પાકની ટેકાના ભાવે ખરીદી માટે તથા વધુ વરસાદ અને પાણી ભરાવવાને કારણે ખેડૂતોના પાકને થયેલ નુકસાન માટે જાહેર કરેલ રાહત પેકેજ હેઠળ ખેડૂતોની નોંધણી ૧લી ઓક્ટોબર ૨૦૨૦ થી શરૂ કરાઇ છે.
ખેડૂતોની નોંધણી ગ્રામ્ય કક્ષાએ આવેલ ઇ-ગ્રામ કેન્દ્રો પર કરવામાં આવી રહી છે. તેમજ મગફળી ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની નોંધણી APMC કેન્દ્રો ખાતે પણ કરવામાં આવી રહેલ છે. આ બંન્ને યોજનાઓ માટે ખેડૂતોએ તેમના ગ્રામ્ય કક્ષાએથી જ નોંધણી થાય તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આથી તમામ ખેડૂતો સ્થાનિક કક્ષાએથી સરળતાથી તેઓની નોંધણી કરાવી શકશે. આથી ખેડૂતોએ નોંધણી બાબતે કોઇ ચિંતા કરવાની જરૂર નથી. નોંધણીની પ્રક્રિયા આજથી જ શરૂ થયેલ છે અને તેનો સમયગાળો પુરતો રાખવામાં આવેલ હોઇ કોઇ પણ ખેડૂત નોંધણીથી વંચિત રહેશે નહિં. જરૂર જણાયે નોંધણીનો સમયગાળો ઓછો માલૂમ પડશે તો તે સમયગાળો લંબાવવા પણ રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરાશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
જો કે બીજી તરફ વાસ્તવીકતા અલગ છે, રજીસ્ટ્રેશન ઝડપી કરાવવા માટે ખેડૂતો દ્વારા ધસારો કરવામાં આવતા અનેક તબક્કે સર્વર ઠપ્પ થઇ ગયા હતા. રાજ્યનાં અનેક જિલ્લાઓમાં એ.પી.એમ.સી. માં મગફળી કેન્દ્રમાં કલાકો બેસવા છતાં રજિસ્ટ્રેશન ન થતા ખેડૂતો પરેશાન થયા હતા. રજિસ્ટ્રેશન માટે એક માત્ર કોમ્પ્યુટરની વ્યવસ્થા 10 કલાક માં માત્ર 7 જેટલા ખેડૂતોનું રજિસ્ટ્રેશન થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. અધિકારી દ્વારા ખેડૂતોની સમસ્યાના નિરાકરણ માટે અલગ અલગ તાલુકા મથકે સેન્ટરો ખોલવામાં આવશે તેવું પણ જણાવ્યું છે. ખેડૂતો વધુ એકત્રિત ન થાય તેને ધ્યાને લઇ ટોકન સિસ્ટમ શરૂ કરવાની ડી.એસ.ઓ. દ્વારા આપ્યું નિવેદન.
આજે ટેકા ના ભાવે મગફળી ખરીદી કરવા માટે રજિસ્ટ્રેશન ની શરૂવાત કરવામાં આવી છે. જો કે જિલ્લા એ.પી.એમ.સી. માં મગફળી રજિસ્ટ્રેશન કેન્દ્ર શરૂ થતાં ખેડૂતોનો સવાર થી થયો ઘસારો થયો હતો. બોટાદમાં ખેડૂતોના કહ્યા મુજબ સવારે 7 વાગ્યા થી અત્યાર સુધી માં 400 થી 500 જેટલા ખેડૂતો આવી આવી પરત ગયા છે. મોટા ભાગ ના ખેડૂતો સવાર ના 7 વાગ્યા થી વારા માં બેઠા છે, પણ એક કોમ્પ્યુટર હોવાના કારણે 10 કલાક બાદ માત્ર 7 લોકોનું રજિસ્ટ્રેશન થયું હતું. જેને લઈ કલાકો બાદ પણ વારો નહિ આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.
આ બાબતે સવાર થી હેરાન ગતિ ને લઈ ખેડૂતો દ્વારા કલેકટર, જિલ્લા પુરવઠા અધિકારી અને ખેતીવાડી સહિત તમારા અધિકારી ઓને રજુવાત કરવા છતાં સાંજ સુધી કોઈ અધિકારી ફરકયા ન હોય ખેડૂતો હેરાન અને પરેશાન થયા હતા. ત્યારે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સાંજ ના સમયે કેન્દ્ર પર મુલાકાત કરી ખેડૂતો ની સમસ્યા સાંભળી ખેડૂતો સાથે વાત કરી ખેડૂતો ની માંગણી મુજબ અલગ અલગ કેન્દ્રો ખોલવામાં આવશે તેમજ કોરોના ની મહામારી વચ્ચે વધુ લોકો એકત્રિત ન થાય તેમજ ખેડૂતો ની માંગણી મુજબ ટોકન સિસ્ટમ શરૂ કરવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સ્થિતી માત્ર બોટાદ નહી પરંતુ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે