92 વર્ષનો ડોસો ભાન ભૂલ્યો, 4 વર્ષની માસુમ બાળાને બાજુમાં બેસાડી કર્યાં અડપલા
Rajkot Crime News : વૃદ્ધે હવસની તમામ હદ વટાવી દીકરીને તેણીના ગુપ્તાંગમાં હાથ ફેરવ્યો હતો અને તે સમયે પીડાથી કણસી ઉઠેલી બાળકીએ રાડા રાડી કરતાં તેની માતા સહિતના પરિવારજનો દોડી આવ્યાં હતાં
Trending Photos
Rajkot News ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં શેરીમાં રમતી 4 વર્ષની માસુમ બાળકી સાથે પાડોશમાં રહેતા 92 વર્ષના વૃદ્ધે શારીરિક અડપલાં કર્યા હોવાની ઘટના સામે આવી છે. આજે આ ઘટના સામે આવતા ચારે કોરથી આ વૃદ્ધ પર ફિટકાર વરસી રહી છે. હાલ સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વૃદ્ધની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નવલશંકર કલ્યાણજી દેસાઈ (ઉ.વ.92)નું નામ આપતાં પ્રદ્યુમનનગર પોલીસે BNS એક્ટ કલમ 75 અને પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી અને તેનો પરિવાર રેલનગર વિસ્તારમાં રહે છે અને તેમને સંતાનમાં ત્રણ વર્ષની દીકરી છે. તેમની ચાર વર્ષની માસુમ દીકરી ગઈકાલે સાંજના 5 વાગ્યે પોતાના ઘર સામે શેરીમાં રમતી હતી, ત્યારે ત્યાં પાડોશમાં જ રહેતો આરોપી નવલશંકર દેસાઈ અચાનક ઘસી આવ્યો હતો અને બાળકીને ફોસલાવી તેના શરીરે અડપલાં કરવા લાગ્યો હતો. એટલેથી ન અટકેલા વૃદ્ધે હવસની તમામ હદ વટાવી દીકરીને તેણીના ગુપ્તાંગમાં હાથ ફેરવ્યો હતો અને તે સમયે પીડાથી કણસી ઉઠેલી બાળકીએ રાડા રાડી કરતાં તેની માતા સહિતના પરિવારજનો દોડી આવ્યાં હતાં હેબતાઈ ગયેલી બાળકીને છોડાવી તુરંત પોલીસ મથકે પહોંચ્યા હતાં. બનાવ અંગે પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધી પીઆઈ ભાર્ગવ ઝણકાંતની ટીમે હવસખોર વૃદ્ધ આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેર ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, ગઇકાલે રેલનગર વિસ્તારમાં 4 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરવાની ઘટના સામે આવી છે જેમાં પડોશમાં રહેતા 92 વર્ષના શખસે અડપલાં કર્યા હોવાનું સામે આવ્યું છે. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થવા પામી છે. માટે સાંયોગિક પુરાવા રૂપે કેમેરા ફૂટેજ કબ્જે કરવામાં આવ્યા છે. અને આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ BNSની કલમ 75 તેમજ પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી કરી કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે. આ ગંભીર ઘટનામાં એક સપ્તાહની અંદર ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજુ કરી આરોપીને શખ્તમાં શખ્ત સજા થાય તે મુજબ કાર્યવાહી હાથ ધરવમાં આવશે
વિકૃત માનસિકતા ધરાવતા વૃદ્ધને તો પોલીસે ઝડપી જેલના સળિયા ગણતો કરી દીધો છે. જોકે આ માનસિકતા માત્ર આ એક વૃદ્ધ પૂરતી નથી રહી. સમજે પણ હવે જાગૃત થવાની જરૂર છે અને દીકરીઓના માતા-પિતાએ તો ખાસ જાગવું જરૂરી બન્યું છે. જો આવા વિકૃત લોકોથી સાવચેત નહિ રહો તો અનેક દીકરીઓ હવસનો શિકાર બનશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે