સાવરકુંડલામાં વરસાદ: સ્થાનિક નદીઓમાં પુરની સ્થિતિ, વીજળી પડતા 16 બકરીના મોત
Trending Photos
કેતન બગડા, અમરેલી: ગુજરાત પર સંભવિત વાવાઝોડાની અસરને લઇ અમરેલી જિલ્લામાં કાળા ડીબાંગ વાદળો વચ્ચે વરસાદનું આગમન થયું છે. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ઠવી, વીરડી, શેલણા, વિજપડી, વંડા, પિપાવા, પીઠવડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. રાજુલા પંથકમાં વરસાદી માહોલ વચ્ચે ભારે પવન ફૂંકાયો છે.
અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે સાવરકુંડલાના વિજપડી, ઘાડલા વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં પુર આવ્યું અને અનેક ચેક ડેમ છલકાયા છે. વિજપડી અને ઘાડલા વચ્ચે અનેક ખેતરોમાં અને રોડ ઉપર પાણી ભરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે વરસાદ પડતા ઉનાળાની ગરમીથી ત્રસ્ત લોકોએ રાહત અનુભવી છે.
તો બીજી તરફ સાવરકુંડલા પાસે આવેલા નાળ ગામે વીજળી પડતા 16 બકરીઓના મોત થયા છે. ડુંગર પર માલધારી બકરીઓ ચરાવી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની હતી. ત્યારે માલધારીને મોટું નુકસાન થયું છે. જેની સાવરકુંડલાના મામલતદારે પુષ્ટિ કરી હતી. આ ઉપરાંત ડંગરાળ વિસ્તારમાં વરસાદને કારણે નાળ ગામની સ્થાનિક નદીમાં પુર આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે