પ્રધાનમંત્રી ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો કરશે શિલાન્યાસ, ખૂલશે રોજગારીની તકો
World's First CNG Terminal: પ્રધાનમંત્રી ભાવનગરમાં રૂ. 5200 કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ અને ભાવનગર ખાતે બ્રાઉનફિલ્ડ પોર્ટનો શિલાન્યાસ કરશે. પોર્ટને 4000 કરોડ રૂ.થી વધુના ખર્ચે વિકસાવવામાં આવશે.
Trending Photos
World's First CNG Terminal: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. 29મી સપ્ટેમ્બરે સવારે લગભગ 11 વાગ્યે, પ્રધાનમંત્રી સુરતમાં 3400 કરોડ રૂ.થી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે અને લોકાર્પણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી ભાવનગર જશે. ત્યાં બપોરે લગભગ 2 વાગ્યે, તેઓ રૂ. 5200 કરોડથી વધુની બહુવિધ વિકાસલક્ષી પહેલોનું શિલાન્યાસ કરશે અને ઉદ્ઘાટન કરશે. સાંજે લગભગ 7 વાગ્યે, પ્રધાનમંત્રી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે. રાત્રે લગભગ 9 વાગ્યે, પ્રધાનમંત્રી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવમાં હાજરી આપશે.
ભાવનગરમાં પી.એમ
પ્રધાનમંત્રી ભાવનગરમાં રૂ. 5200 કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ અને ભાવનગર ખાતે બ્રાઉનફિલ્ડ પોર્ટનો શિલાન્યાસ કરશે. પોર્ટને 4000 કરોડ રૂ.થી વધુના ખર્ચે વિકસાવવામાં આવશે. અને વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર હશે અને વિશ્વની ચોથી સૌથી મોટી લોક ગેટ સિસ્ટમ હશે. સીએનજી ટર્મિનલ ઉપરાંત, બંદર ભવિષ્યની જરૂરિયાતો અને પ્રદેશમાં આગામી વિવિધ પ્રોજેક્ટ્સની માગને પણ પૂરી કરશે.
પોર્ટમાં અતિ આધુનિક કન્ટેનર ટર્મિનલ, બહુહેતુક ટર્મિનલ અને લિક્વિડ ટર્મિનલ હશે જેમાં હાલના રોડવે અને રેલવે નેટવર્ક સાથે સીધું ડોર-સ્ટેપ કનેક્ટિવિટી હશે. તે કાર્ગો હેન્ડલિંગમાં ખર્ચ બચતના સંદર્ભમાં માત્ર આર્થિક લાભ જ નહીં, પણ આ પ્રદેશમાં લોકો માટે રોજગારીનું સર્જન કરશે. ઉપરાંત, CNG આયાત ટર્મિનલ સ્વચ્છ ઊર્જાની વધતી જતી માગને પહોંચી વળવા માટે વધારાનો વૈકલ્પિક ઊર્જાનો સ્ત્રોત પૂરો પાડશે.
પ્રધાનમંત્રી ભાવનગરમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરશે, જે 20 એકરમાં ફેલાયેલું છે અને લગભગ રૂ. 100 કરોડનો ખર્ચ થયો છે. કેન્દ્રમાં મરીન એક્વેટિક ગેલેરી, ઓટોમોબાઈલ ગેલેરી, નોબેલ પ્રાઈઝ ગેલેરી - ફિઝિયોલોજી એન્ડ મેડિસિન, ઈલેક્ટ્રો મિકેનિક્સ ગેલેરી, બાયોલોજી સાયન્સ ગેલેરી સહિત અનેક થીમ આધારિત ગેલેરીઓ છે. કેન્દ્ર એનિમેટ્રોનિક ડાયનાસોર, વિજ્ઞાન થીમ-આધારિત રમકડાની ટ્રેન, પ્રકૃતિ સંશોધન પ્રવાસ, મોશન સિમ્યુલેટર, પોર્ટેબલ સોલાર ઓબ્ઝર્વેટરી વગેરે જેવા આઉટ-ડોર ઇન્સ્ટોલેશન દ્વારા બાળકો માટે શોધ અને સંશોધન માટે સર્જનાત્મક પ્લેટફોર્મ પણ પ્રદાન કરશે.
કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી સૌની યોજના લિંક 2 ના પેકેજ 7, 25 મેગાવોટ પાલિતાણા સોલર પીવી પ્રોજેક્ટ, APPL કન્ટેનર (આવદકૃપા પ્લાસ્ટોમેક પ્રાઇવેટ લિમિટેડ) પ્રોજેક્ટ સહિત અન્ય વિવિધ પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરશે; અને સૌની યોજના લિંક 2 ના પેકેજ 9, ચોરવડલા ઝોન વોટર સપ્લાય પ્રોજેક્ટ સહિત અન્ય પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે