રોંગ સાઈડમાં જતા વાહન ચાલકો ચેતજો! સુરતમાં પોલીસે બોલાવ્યો સપાટો, ફરી રહી છે 80 ટીમો

સુરત શહેરનાં પોલીસ કમિશનર અનુપસિંહ ગહેલોત દ્વારા શહેરીજનો ટ્રાફિકનું નિયમિત પણે પાલન કરે તેના પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં પોલીસ કમિશનરે શહેર ભરમાં ટ્રાફિક સિગ્નલો શરૂ કરી દીધા છે.

રોંગ સાઈડમાં જતા વાહન ચાલકો ચેતજો! સુરતમાં પોલીસે બોલાવ્યો સપાટો, ફરી રહી છે 80 ટીમો

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં રોંગ સાઈડ ચલાવતા વાહન ચાલકો સામે પોલિસે ઝુંબેશ હાથ ધરી છે. શહેર પોલીસ દ્વારા 80 ટીમો બનાવી કાર્યવાહિ કરવામાં આવી રહી છે. શહેરના રિજન સર્કલ, સેમી સર્કલ તરફથી આવતાં રોંગ સાઈડનાં વાહનો પર કાર્યવાહી કરી રહી છે. પોલીસ દ્વારા લેજર કેમેરાથી રોંગ સાઈડ આવતા વાહન ચાલકોનાં ફોટા પાડી મેમો આપવામાં આવી રહ્યો છે. આ વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા RTO ને રિપોર્ટ કરવામાં આવશે. અકસ્માત ઘટાડવા રોંગ સાઈડમાં જતા વાહન ચાલકો વિરોધ કાર્યવાહી કરાઈ રહી છે. 

સુરત શહેરનાં પોલીસ કમિશનર અનુપસિંહ ગહેલોત દ્વારા શહેરીજનો ટ્રાફિકનું નિયમિત પણે પાલન કરે તેના પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં પોલીસ કમિશનરે શહેર ભરમાં ટ્રાફિક સિગ્નલો શરૂ કરી દીધા છે. જ્યારે શહેરીજનો આ સિગ્નલનું પાલન પણ કરી રહ્યા છે. પરંતુ શહેરમાં ક્યાંક રોંગ સાઈડમાં વધુ પ્રમાણમાં વાહન ચાલકો પ્રસાર થતા હોય છે. જેને લઈને અક્સ્માતની ઘટના પણ બનતી હોય છે. ત્યારે શહેર પોલીસ દ્વારા રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા ઝુંબેશ હાથ ધરી છે.

પોલીસ દ્વારા 80 ટીમો બનાવી રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહિ કરવામાં આવી રહી છે. શહેરના રિજન સર્કલ, સેમી સર્કલ તરફથી આવતાં રોંગ સાઈડનાં વાહનો પર કાર્યવાહી કરી રહી છે. પોલીસ દ્વારા લેજર કેમેરાથી રોંગ સાઈડ આવતા વાહન ચાલકોનાં ફોટા પાડવામાં આવી રહ્યા છે. જ્યારે આ ફોટો થકી રોંગ સાઈડ માં આવતા વાહન ચાલકોને મેમો આપવામાં આવશે. સાથે જ આ વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા RTOને રિપોર્ટ કરવામાં આવશે. અકસ્માત ઘટાડવા રોંગ સાઈડમાં જતા વાહન ચાલકો વિરોધ કાર્યવાહી કરાઈ રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news